ચૂંટણી:ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસ મુકેશ પંચાલને ઉતારશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓબીસી, દલિત સમાજના મતદારો વધારે હોવાથી કોંગ્રેસ ઓબીસી કાર્ડ રમશે
  • વેજલપુર,અમરાઇવાડી, નિકોલના કોંગ્રેસ ઉમેદવારાેએ તૈયારી શરૂ કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણીની તૈયારીઓનો આદેશ આપતા આ ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમુક ઉમેદવારોએ તો તેમના વિસ્તારમાં બેનરો લગાવીને તૈયારી શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લડવાના છે તેવું નક્કી છે ત્યારે કોંગ્રેસે તેમની સામે થલતેજ નગરપાલિકાના પૂર્વ સભ્ય મુકેશ પંચાલને લડાવવા માટેનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. જાતિગત સમીકરણના આધારે કોંગ્રેસે ઓબીસી કાર્ડ રમીને મુકેશ પંચાલને મેદાનમાં ઉતાર્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારો જાહેર થાય તે પહેલા બે-ચાર ધારાસભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્યોને ટિકિટ આપશે.ઘાટલોડિયામાં મુકેશ પંચાલ, વેજલપુરમાં રાજેન્દ્ર પટેલ, સાબરમતીમાં ડૉ. જીતુ પટેલ અને અમરાઇવાડીમાં ધર્મેન્દ્ર પટેલે ચૂંટણીની તૈયારી માટે સૂચના મળી ગઇ છે. આ ઉપરાંત 4 ધારાસભ્યો જેમ કે, દરિયાપુરમાં ગ્યાસુદ્દિન શેખ,જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલા,બાપુનગરમાં હિંમતસિંહ પટેલ અને દાણીલીમડામાં શૈલેષ પરમારની ટિકિટ નક્કી હોવાથી તેમણે તૈયારીઓ આરંભી દીધી છે.

મુખ્યમંત્રી સામે ઓબીસી ઉમેદવાર કેમ?
ઘાટલોડિયામાં પાટીદાર ગણાતા ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસે ઓબીસી કાર્ડ રમીને મુકેશ પંચાલને ટિકિટ આપવાની તૈયારી કરી છે. પાટીદારો 91 હજાર અને સામે ઓબીસી 1,34,720 છે, ઉપરાંત કોંગ્રેસની પરંપરાગત ગણાતી વોટ બેંકમાં દલિત સમાજના 71,500 મત છે. આમ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મુકેશ પંચાલનું નામ નક્કી કર્યુ હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.

બેઠક પર કયા સમાજનું કેટલું પ્રભુત્વ
ઘાટલોડિયા બેઠક પર લેઉવા પટેલ સમાજના 28,000 મતદારો,કડવા પટેલ સમાજના 63,000, બ્રાહ્મણ સમાજના 39,500, જૈન/વૈષ્ણવ,વાણિયા સમાજના 15,000, ઠાકોર ક્ષત્રિય સમાજના 29,500
માલધારી ભરવાડ રબારી સમાજના 39,520, સોની,દરજી, પંચાલ,લુહાર,સથવારા પ્રજાપતિ,કડિયા,સુથાર સમાજના 65,700 દરબાર /ગરાસિયા સમાજના 16,200, વણકર, દેવીપૂજક, વાલ્મીકિ, હરિજન, દલિત સમાજ 71,500 મળી કુલ 4.16 લાખ મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...