તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Congress Will Field 50 Leaders In 250 Talukas And Call For Reports From There; The Leaders Will Go To The Taluka Executive From 7th To 17th To Review

તાલુકાથી રાજ્યના સંગઠનમાં ફેરફારની તૈયારી:કોંગ્રેસ 250 તાલુકામાં 50 નેતાને ઉતારી ત્યાંથી અહેવાલ મગાવશે; નેતાઓ 7થી17 તારીખ સુધી તાલુકા કારોબારીમાં સમીક્ષા કરશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

એકબાજુ ભાજપ-આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગઇ છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસ તાલુકાથી લઇને જિલ્લાના રાજયભરના સંગઠનમાં વ્યાપક ફેરફાર કરવા માટે 50 નેતાઓને તાલુકા મથકે તા. 7થી17 જુલાઇ દરમિયાન મોકલશે તેમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, તાલુકા-જિલ્લા કક્ષાએથી અહેવાલ મગાવીને જુલાઇ મહિનાના અંત સુધીમાં સંગઠનમાં ફેરફાર કરવા માટેનો તખતો તૈયાર કરાશે.

પ્રદેશ પ્રભારી એકાદ સપ્તાહમાં નિમાશે
કોંગ્રેસના સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી એકાદ સપ્તાહમાં નિમાય જશે. અત્યારે 3 નામ ચર્ચામાં છે, જેમાં એક નવું નામ કેરળના નેતા રમેશ કેનીસલાનું આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નજીકના મનાતા અવિનાશ પાંડે અને મોહન પ્રકાશના નામ ચર્ચામાં છે. આ પૈકી એક નામ નક્કી થાય તેવી શકયતા કોંગ્રેસના સૂત્રોએ વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...