ગંભીર આક્ષેપ:કોંગ્રેસના સંદીપ માંગરોલા બોલ્યા - સહકાર વિભાગની કચેરીઓ ભાજપનું કાર્યાલય

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયનો સહકારી વિભાગની કચેરીઓ જાણે કે ભાજપની કાર્યાલયો બની ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો કોંગ્રેસના સહકાર ક્ષેત્રે સંકળાયેલા આગેવાન સંદીપ માંગરોલાએ કર્યો હતો. તેમણે આ બાબતે ગુજરાત સરકારના સહકાર વિભાગમાં રજૂઆત પણ કરતા કહ્યું કે,કોંગ્રેસના શાસનવાળી સહકારી સંસ્થાઓમાં ખોટી ફરિયાદો ઉભી કરીને એનકેન પ્રકારે સહકારી સંસ્થાઓમાં ભાજપનું શાસન આવે તેવા કાવતરા ઘડાઇ રહ્યા છે.

સહકાર વિભાગમાં રૂબરૂ મળીને સહકારી સ્થિતિની જાણકારી આપતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત સંસ્થા સામે ખોટી ફરિયાદ ઉભી કરીને તાત્કાલિક કામગીરી થાય છે, જયારે ભાજપ શાસિત સંસ્થા સામે કોઇ કાર્યવાહી થતી નથી. ભાજપના નેતાઓના ઇશારે રાજ્યમાં સહકાર વિભાગના અધિકારીઓ તેઓના દબાણ હેઠળ ખોટી કાર્યવાહીઓ રાજકીય બદલાની ભાવનાથી કરાવી રહ્યા ના અનેક દાખલાઓ બની રહ્યા છે. તેમાં પણ સહકારી કાયદાની કલમ 76 બી- અને 93 તેમજ બજાર અધિનિયમ ની કલમ 13 નો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ભાજપના નેતાઓ કાવાદાવા કરીને સહકારી આગેવાનોને પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...