બોગસ પીએસઆઇની ભરતી મામલે ચર્ચાની માગણી સાથે વોકઆઉટ કરનારા કોંગ્રેસ અને આપના સભ્યોને બુધવારે સસ્પેન્ડ કરવા સામે કોંગ્રેસે ગુરૂવારે વિધાનસભામાં સસ્પેન્શન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સસ્પેન્શનની સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે થઇ હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. પ્રશ્નોત્તરી કાળ બાદ પોણો કલાક સુધી આ મામલે સામસામી ચર્ચાઓ ચાલી હતી. આખરે અધ્યક્ષે રુલિંગ આપ્યું હતું કે નિયમ 51 હેઠળ મને મળેલા અધિકારની રૂએ સસ્પેન્ડ કર્યા હતા અને અધ્યક્ષના રુલિંગ સામે કોઇ ચર્ચા થઇ શકે નહીં.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા કહ્યું હતું કે અગાઉના અધ્યક્ષોના રુલિંગ વાંચતા તેમાં જણાવાયું છે કે, અધ્યક્ષ સભાગૃહના સર્વન્ટ છે, માલિક નથી. સરકારે વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો તે ખોટી રીતે મૂકાયો હતો. કેમ કે સભ્યોને નેમ કરાયા ન હતા. જેથી આ સસ્પેન્શનનો આદેશ પરત ખેંચવો જોઇએ. સરકારે જે પ્રસ્તાવ મૂક્યો તે નિયમ 52 મુજબ હતો, પરંતુ નેમ કર્યા નહીં હોવાથી તે ખોટી રીતે લવાયો હતો. અમને જે પ્રોસિજર અપાઇ છે તેમાં અમને નિયમ 51 મુજબ સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવાયું છે.
કોંગ્રેસે ગુરૂવારે વિધાનસભામાં સસ્પેન્શન સામે પ્રશ્નો ઉઠાવ્યા
પરંતુ આ નિયમ હેઠળ પ્રસ્તાવ લાવી શકાતો નથી. આ ચર્ચામાં શૈલેષ પરમાર ઉપરાંત ભાજપ તરફે રમણ વોરા, પ્રફુલ્લ પાનસેરિયા, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી સહિતના સભ્યોએ સસ્પેન્શનને યોગ્ય ઠેરવ્યું હતું. છેવટે અધ્યક્ષ શંકર ચૌધરીએ રુલિંગ આપતા કહ્યું હતું કે નેમ કર્યા વિના સસ્પેન્ડ કરવાની વાત રહેતી નથી કેમ કે નિયમ 52 પ્રમાણે નહીં પણ નિયમ 51 મુજબ સસ્પેન્શનનો આદેશ કરાયો છે. નિયમ 51 હેઠળ દરખાસ્ત ન મુકેલી હોય તો પણ અધ્યક્ષ સસ્પેન્શનનો આદેશ કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.