તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસનું આજે પ્રદર્શન

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 માસમાં 43 વખત ભાવવધારો કરાયો
  • સે-6 સત્યાગ્રહ છાવણીથી વિરોધ કાર્યક્રમ યોજાશે

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રણ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10 વાગ્યે આ વિરોધ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો હાજરી આપશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે,‘ મહામારીના વચ્ચે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહય વધારો કર્યો છે. ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્ર સાથે છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 માસના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે. આ સજોગોમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાનુસાર અમે વિરોધ પ્રદર્શન કરીશું.

અન્ય સમાચારો પણ છે...