વિરોધ:પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસના આજે સત્યાગ્રણ છાવણી ખાતે ધરણાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભાજપ સરકારમાં બની રહી છે
  • હેડ ક્લાર્કના પેપર લીકની તપાસ નિવૃત્ત તટસ્થ ન્યાયાધીશને સોંપવા વસાહત મહાસંઘની માંગ

હેડ ક્લાર્કનું પેપરલીક થવા મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રણ છાવણી ખાતે ધરણાં કરવામાં આવશે. આજે બપોરે 1 વાગ્યે શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો પ્રદર્શન કરશે. આ અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે, ‘સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભાજપ સરકારમાં બની રહી છે, તેથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. જેથી ગુજરાતની ભાજપ સરકારના ગુનાહિત છબરડાઓને ઉજાગર કરી પ્રજાની વેદના અને આક્રોશને વાચા આપવા માટે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.’

બીજી તરફ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા પેપરલીક મામલે નિવૃત તટસ્થ ન્યાયાધીશને તપાસ સોંપવા માંગ કરાઈ છે. આ અંગે કેશરીસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ‘પેપરલીક કાંડમાં નાની માછલીઓ પકડાઈ છે, પરંતુ તેઓની પાસેથી મૂળ શોધી પેપરને બહાર નિકળવાના પગ કેવી રીતે આવ્યા કોના દ્વારા લીક કરવામાં આવ્યું તે બહાર આવે તે જરૂરી છે. સંપૂર્ણ તપાસમાં ઢાંકપીછોડો થશે અને પોતાના મળતીયાઓને બચાવવાની કોશિશ કરવામાં આવશે તેવી શક્યતા છે.

રાજકીય મોટા માથા તથા ઉચ્ચ અધિકારીઓ બચી જશે અને ઘણા દોષિત અથવા નિર્દોષ નાના માણસોને સજા થશે. જેથી સત્ય બહાર લાવવા માટે તાત્કાલિક નિવૃત્ત ન્યાયાધીશની કમિટીને સંપૂર્ણ તપાસ સોંપવી જોઈએ.’ જેથી પેપરલીક થવા મુદ્દે સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.

અન્ય સમાચારો પણ છે...