• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • After The Congress, Now Former Chief Minister Shankarsinh Vaghela Has Lashed Out At The Government Over The Condition Of Hospitals And Shortage Of Remediation.

સરકાર પર પ્રહાર:કોંગ્રેસ બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલોની સ્થિતિ અને રેમડેસિવિરની અછત મામલે સરકારને ઘેરી, કહ્યું- ગુજરાત મોડલની પોલી ખૂલી

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલાની ફાઈલ તસવીર - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલાની ફાઈલ તસવીર
  • કોંગ્રેસ બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ગુજરાતની સ્થિતિ અંગે સરકારને ઘેરી.
  • ગુજરાતમાં હોસ્પિટલોની હાલતે કથિત ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે: શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ, કથળતી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને રેમેડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા વીડિયો સંદેશ જાહેર કર્યો છે. શંકરસિંહ બાપુએ હાલમાં રાજ્યના અલગ અલગ શહેરોથી હોસ્પિટલના જે વીડિયો વાઇરલ થયા તેના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, એક-એક બેડ પર બે-બે લોકોને સુવડાવા પડે છે અને દર્દીને ખુરસી પર બેસાડીને ઓક્સિજન અપાઈ છે ત્યારે ભાજપે ગુજરાતમાં ફક્ત દેખાડાનો વિકાસ જ કર્યો છે મૂળભૂત વિકાસ નથી કર્યો તે સાબિત થાય છે. સ્મશાનમાં લાંબી લાઈનો વચ્ચે વહેલો વારો લાવવા માટે 2000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે તે મુદ્દે પણ તેમણે માનવતા મરી ગઈ હોઈ તેવી લાગણી વ્યક્ત કરી છે.

હોસ્પિટલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
ભાજપના વિકાસ મોડલ પર કટાક્ષ કરતા શંકરસિંહ બાપુ એ કહ્યું છે કે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોસ્પિટલો ની બનેલી હાલતો એ કથિત ગુજરાત મોડલ ની પોલ ખોલી દીધી છે અને અન્ય નાના શહેરો અને ગામોમાં તો હોસ્પિટલોના ઠેકાણા જ નથી અને લોકો સારવાર માટે આમતેમ વલખા મારી રહ્યા છે. નાગરિકોના કરોડો રૂપિયા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના વિમાન પાછળ વેડફાઈ છે પણ નાગરિકોને એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નથી મળતી. હોસ્પિટલોમાં બેડ ની પૂરતી વ્યવસ્થા ના હોતા શંકરસિંહ બાપુ એ સરકારને વિનંતી કરી છે કે સર્કિટ હાઉસ, સ્ટેડિયમ અને વાઇબ્રન્ટ ગુજરાત વાળા એસી ડોમ સહિતની જગ્યાઓ પર સ્થાયી કોવિડ કેર સેન્ટર ઉભા કરવા જોઈએ.

હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓની ફાઈલ તસવીર
હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓની ફાઈલ તસવીર

રેમડેસિવિર મામલે સરકાર પર પ્રહાર
ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના રેમેડેસિવિર કૌભાંડ પર શંકરસિંહ બાપુ એ નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે હાલમાં જ રેમેડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત ને કારણે લોકો રાજ્યભરમાંથી એક એક ઇન્જેક્શન લેવા માટે સવારથી સાંજ હોસ્પિટલોના ધક્કા ખાઈ છે ત્યારે ભાજપ પાસે 5000 ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો પાસે આ ઇન્જેક્શન નથી! આ ઇન્જેક્શન બનાવનારી કંપની પાસે આનો સ્ટોક નથી તો ભાજપે ક્યાંથી આટલા મોટા પ્રમાણે ઇન્જેક્શન શોધ્યા? મતલબ ઇન્જેક્શન ની કાળા બજારી થઈ રહી છે અને ભાજપ તેમાં ભાગીદાર છે. લોકોના જીવ સાથે ચેડા કરતી આ હલકી રાજનીતિ છે. શંકરસિંહ બાપુ એ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા કહ્યું છે કે ભાજપ અને તેના મળતીયાઓ ને ઇન્જેક્શનના સંગ્રહખોરી અને ભાજપ કાર્યાલય પર તેના ગેરકાયદેસર વેચાણ ને લઈને એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

રેમડેસિવિર ઈન્જેક્શનની તસવીર
રેમડેસિવિર ઈન્જેક્શનની તસવીર

સરકારે નથી આપ્યા તો ક્યાંથી આવ્યા ઈન્જેક્શન?
સી. આર. પાટિલના રેમેડેસિવિર કૌભાંડ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રેસ સમક્ષ જણાવ્યું હતું કે પાટીલ પાસે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે તેમને ખબર નથી તેના પર શંકરસિંહ બાપુ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રી ને પણ ભાજપ ક્યાંથી આ સંગ્રહ કરેલા ઇન્જેક્શન લાવી એ ખબર ના હોઈ તો ગુજરાતનું દુર્ભાગ્ય છે કે આપણા મુખ્યમંત્રી સુધી કોઈ માહિતી પહોંચતી જ નથી. ગુજરાતનું શાસન કોના હાથમાં છે? તેવા પણ સવાલ તેમણે કર્યા.

વેક્સિન અને રેમેડેસીવિર ની અછત પર કેન્દ્ર સરકારના મિસ્મેનેજમેન્ટ પર પ્રહાર કરતા શંકરસિંહ બાપુ એ કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં વેક્સિન અને રેમેડેસીવિર નો વધારે પડતો સ્ટોક છે અને અન્ય કેટલાક રાજ્યોમાં તેની ભારે તંગી છે ત્યારે કેન્દ્ર સરકારના મિસ્મેનેજમેન્ટ નો ભોગ દેશની જનતા બની રહી છે. વેક્સિન ને વિદેશમાં એક્સ્પોર્ટ કરવા બાબતે પણ તેઓએ સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે સરકાર વિદેશમાં ફાંકા ફોજદારી બંધ કરીને દેશના તમામ નાગરિકોને વેક્સિન આપવાનો લક્ષ્ય રાખે અને 24x7 વેક્સિન આપે તેમજ 45 થી નીચેના ઉંમરનાં લોકોને પણ વેક્સિન આપી અન્ય યોગ્ય વેક્સિન ને પણ મંજૂરી આપી પ્રોડક્શન વધારવું જોઈએ.