ચૂંટણી:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદના ઉમેદવાર થરૂર આજે ગુજરાતમાં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 17 ઓક્ટોબરે પ્રદેશ કાર્યાલયમાં મતદાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના ઉમેદવાર શશી થરૂર 12 ઓક્ટોબરે ગુજરાત આવશે. તેઓ બુધવારે બપોરે અમદાવાદ પહોંચશે અને ત્યાર પછી ગુજરાત કોંગ્રેસના મતદાર એવા ડેલિગેટ્સને સંબોધન કરશે. તેઓ ડેલિગેટ્સ સમક્ષ તેમની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ઉમેદવારી કઈ રીતે યોગ્ય છે તે બાબતે વિસ્તૃત જાણકારી આપશે. દરમિયાન 17 ઓક્ટોબરે યોજાનારું મતદાન કોંગ્રેસ બેલેટ પેપરથી કરશે. મતગણતરી 19 ઓક્ટોબરે થશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાજયસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર એમ બે ઉમેદવાર છે. આ બંને ઉમેદવાર પૈકી મલ્લિકાર્જુન ખડગે અમદાવાદની મુલાકાતે આવી ગયા છે અને તેમણે ગુજરાત કોંગ્રેસના 409 ડેલિગેટ્સને સંબોધન કર્યું હતું. હવે રાષ્ટ્રીય અધ્યક્ષના બીજા ઉમેદવાર શશી થરૂર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બુધવારે બપોરે અમદાવાદ આવશે અને તે પછી બપોરે 3.35 કલાકે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપશે. આ પછી સાંજે 4.30 કલાકે ગુજરાત કોંગ્રેસના ડેલિગેટ્સને સંબોધન કરશે. દરમિયાનમાં એવુંં જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ ઈવીએમનો વિરોધ કરી રહી છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરશે.

અન્ય સમાચારો પણ છે...