મુખ્યમંત્રી સાથે બેઠક:કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ માલધારી સમાજના આગેવાનો સાથે રાખી પશુ નિયંત્રણ કાયદો રદ કરવા માગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારે વિરોધના પગલે રાજ્ય સરકારે પશુ નિયંત્રણ કાયદાનો અમલ સ્થગિત કર્યો છે પરંતુ માલધારી સમાજ દ્વારા આ કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યો સાથે માલધારી સમાજના આગેવાનોએ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને કાયદો રદ કરવાની માંગણી દહોરાવી હતી.

રખડતા ઢોરનો પ્રશ્ન નિવારવા રજૂ કરાયેલા સૂચનો મુજબ શહેરી વિસ્તારથી દૂર આરએ કોલોની જેવી વસાહતો સ્થાપવા, રખડતા નંદી માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવા, દરેક જિલ્લામાં સરકારી ગૌશાળા બનાવવા, ગોચરની જમીન નીમ કરવા, પશુઓને રાખવા માટેના વાડા પશુપાલકોના નામે કરવા, પશુપાલકો 5 એકર જમીન ખેતી માટે ખરીદી શકે તેવી કાયદાકીય જોગવાઇ કરવા, વિવિધ નિગમોને સબસિડી માટે 500 કરોડ ફાળવવા, જશોદાનગર અમરાઇવાડી ઓઢવ જેવી વસાહતોને માલિકી હક્ક આપવા, ગીર બરડા આલેચના માલધારી 17551 કુટુંબોને એસટી કેટેગરીનો લાભ આપવો, પશુપાલકોને દૂધમાં લિટરે પાંચ રૂપિયા સબસિડી આપવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...