આયોજન:કોંગ્રેસના નેતાઓની 22મીએ રાહુલ ગાંધી સાથે બેઠક થશે; પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા મુદ્દે ચર્ચા થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ પ્રમુખ, વિધાનસભા વિપક્ષ નેતા સહિતનું સંગઠનમાં બદલાવ લાવવા સહિતની બાબતોને લઇ એકાદ વર્ષથી પ્રવર્તતી અસંમજસને દૂર કરવા તા. 22મી ઓકટોબરે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી નેતાઓ સાથે વન ટુ વન કરશે.

આ મીટીંગમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓ સાથે રાહુલ ગાંધી ચર્ચા કરશે તેમ સુત્રોનું કહેવું છે. પ્રદેશ પ્રમુખ ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા,સિધ્ધાર્થ પટેલ સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખ, સિનિયર નેતાઓને તા. 22મીએ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. પ્રદેશના ટોચના પદાધિકારીઓમાં ફેરબદલ કરવો કે નહીં ? ફેરબદલ થાય તો કોણ સર્વસહમત નેતા છે, સહિતની બાબતની ચર્ચા થશે.

અન્ય સમાચારો પણ છે...