ગાંધીનગર ફાયરિંગ પ્રકરણ:કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાએ સાડા ત્રણ વીઘા જમીનમાં પોતાનું સામ્રાજ્ય ફાર્મ બનાવ્યું હતું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીં દિવસ દરમિયાન બેસીને જ તેઓ મોટાભાગે જમીનના લે વેચનાં સોદા કરતાં
  • શુક્રવારે આઠ મિત્ર દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે ફાયરિંગ કરી પ્રવીણ માણીયાની હત્યા કરાઇ

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્ર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણિયાને છાતીમાં ગોળી ધરબી દેતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં મૃતક પ્રવીણ માણીયા વિશે એકમેક નવી વાતો સામે આવી રહી છે. ગાંધીનગરનાં ખ રોડ પર આવેલા હડમતીયામાં આવેલા સાડા ત્રણ વીઘા જમીનમાં પ્રવીણ માણીયાએ ફાર્મ હાઉસ બનાવી પોતાનું સામ્રાજય ઊભું કર્યું હતું. અહીં દિવસ દરમિયાન ઓફિસમાં બેસીને જ તેઓ મોટાભાગે જમીનના લે વેચનાં સોદા તેમજ રાજકારણ પણ ખેલતાં હતા.

ગાંધીનગરના સરગાસણ સિદ્ધરાજ ઝેડ પ્લસ ફ્લેટ નંબર બી - 701 માં રહેતા પ્રવિણભાઈ માણીયાનાં 28 વર્ષીય પુત્ર વિજયે પોલીસને જણાવ્યું હતું કે, ખરોડ હડમતીયામાં આવેલા સર્વે નંબર 459 વાળી આશરે સાડા ત્રણ વીઘા જમીન આવેલી છે.

આ પણ વાંચો:પ્રવીણ માણીયાએ દેવુ વધી જતાં પૂર્વ મામલતદારને ઘર અને ઓફિસ લખી આપવા પડ્યા હતા

અહીં દિવસ દરમિયાન બેસીને તેઓ જરૂરી કામકાજ કરતા હતા
​​​​​​
મારા દાદાનું ઘણું તરીકે નામ હોવાથી વર્ષોથી આ જમીનનો પિતા પાસે કબ્જો છે. જેનાં પર તેમણે સામ્રાજ્ય ફાર્મ બનાવ્યું છે અને અહીં તેમની ઓફિસ પણ છે. અહીં દિવસ દરમિયાન બેસીને તેઓ જરૂરી કામકાજ કરતા હતા. જેમને વારંવાર ઘણા મિત્રો મળવા માટે પણ આવતા રહેતા હતા. ગઈકાલે વિજય ઘર તરફ જઈ રહ્યો હતો તે વખતે તેની માતા હંસાબેને ફોન કરીને જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસ પર કામ કરતી ગીતાએ જણાવ્યું છે કે તારા પિતાને ગોળી વાગી છે જેથી તાત્કાલિક ત્યાં પહોંચી જાય.

આ પણ વાંચો:દારૂની મહેફિલમાં ગોળીબાર,કોંગ્રેસના નેતાની ગોળી મારી હત્યા કરી​​​​​​​

​​​​​​​ડાબી બાજુ પેટના ભાગે ગોળી વાગી

આ સાંભળી વિજય તેના પરિચિતને બનાવની જાણ કરી ફાર્મ હાઉસ પર પહોંચ્યો હતો. જ્યાં પ્રવીણભાઈને ડાબી બાજુ પેટના ભાગે ગોળી વાગી હોવાનું માલુમ પડ્યું હતું તે વખતે સંતોષ ભરવાડ, જનક વિછીયા, હરપાલસિંહ સરવૈયા અને જયરાજ સિંહ રાણા ફાર્મ હાઉસ પર હાજર હતા. તેઓ પ્રવીણભાઈને ગાડીમાં બેસાડી નજીકની હોસ્પિટલ લઈ જતા હતા. જેથી વિજય પણ તેમની સાથે ગયો હતો પરંતુ ફરજ પરના તબીબે પ્રવિણભાઈને મૃત જાહેર કર્યા હતા.​​​​​​​

​​​​​​​પોલીસની અલગ અલગ ટીમો બંને આરોપીઓને ઝડપી લેવા આણંદ અને સુરેન્દ્રનગર તરફ રવાના થઇ
એ સમયે વિજયને જાણવા મળ્યું હતું કે, આણંદના તારાપુરમાં રહેતા જયદીપસિંહ સતુભા ગોહિલ તેમજ તરુણસિંહ અશોકસિંહ ઝાલા ( કંથારીયા ચુડા સુરેન્દ્રનગર) સાથે પ્રવીણભાઇને માથાકૂટ થઇ હતી અને જયદીપસિંહે રિવોલ્વર વડે ફાયરીંગ કર્યું હતું, તરુણસિંહે તલવાર વડે હુમલો કર્યો હતો. એ સમયે ગોળી વાગવાથી પ્રવીણભાઈનું મોત થયું હતું. બાદમાં બન્ને જણા મર્સિડીઝ કારમાં ભાગી ગયા હતા. જ્યારે તેઓ બોપલ આંબલીમાં પણ મકાન ધરાવતા હોવાથી પોલીસ ટીમ તાબડતોબ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ આ મકાન તેમણે ઘણા સમયથી ખાલી કરી દીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેનાં પગલે પોલીસની અલગ અલગ ટીમો બંને આરોપીઓને ઝડપી લેવા આણંદ અને સુરેન્દ્રનગર તરફ રવાના કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...