તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે 11 વોર્ડમાં 22 ધારાસભ્યોને જવાબદારી સોંપી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સે-22 કોંગ્રેસ કાર્યલયે આજે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે
 • ભાજપ બાદ હવે કોંગ્રેસની પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ આજથી 2 દિવસ સુધી સેન્સે લેવાશે, દાવેદારોની યાદી તૈયાર કરાશે
 • કોંગ્રેસના નિરીક્ષકોએ કોર્પોરેશન વિસ્તારમાં બેઠક કરી

ગાંધીનગર જિલ્લા પંચાયતમાંથી હાથ ધોઈને બેઠેલી કોંગ્રેસ હવે કોર્પોરેશન વિસ્તારમાં જીતની તૈયારીમાં લાગી છે. જે માટે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને નેતા ડો. જીતુ પટેલ, અગાઉ ગાંધીનગર કોર્પોરેશનમાં કમિશનર રહી ચૂકેલા સંજય અમરાણી તથા મહિલા નેતા વંદનાબેન પટેલને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે. આ નેતાઓ દ્વારા અત્યારથી વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ કરીને લોકસંપર્ક શરૂ કરી દેવાયો છે.

તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા વિસ્તારની ચૂંટણી માટે 22 ધારાસભ્યોને પણ જવાબદારી સોંપાઈ છે. જેમાં એક વોર્ડ બે ધારાસભ્યો કોંગ્રેસને જીતાડવા માટે સક્રિય સંગઠનના નેતાઓને સપોર્ટ કરશે. મંગળવારે ભાજપના ઉમેદારોની સેન્સ પૂર્ણ થયા બાદ હવે આજથી બે દિવસ કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સેક્ટર-22 સ્થિત કોંગ્રેસ કાર્યલય ખાતે પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકો ટિકિટ માટેના દાવેદારોને સાંભળશે. બે દિવસ ચાલનારી પ્રક્રિયામાં આજે વોર્ડ નંબર 1થી 6ના દાવેદારો પોતાનો દાવો રજૂ કરશે. જેમાં બપોરે 1થી લઈને સાંજે 7 સુધી ચાલનારી પ્રક્રિયામાં દરેક વોર્ડને 1 કલાકનો સમય અપાયો છે. તો આવતી કાલે બપોરે 1થી સાંજે 6 વાગ્યા સુધીમાં વોર્ડ નં-6થી 17ના દાવેદારોને સાંભળવામાં આવશે.

દાવેદારોને એકલા જ આવવા અનુરોધ કરાયો : કોંગ્રેસ દ્વારા ટિકિટના દાવેદારોને એકલા જ આવવા માટે અનુરોધ કરાયો છે. કોરોના સંક્રમણને પગલે ભીડ ન થાય તે માટે દાવેદારોને એકલા જ આવીને રજૂઆત કરવા તથા પોતાના ટેકેદારોની સહી અને નંબર સાથેનો પત્ર રજૂ કરવા કહેવાયું છે. ત્યારે આદતથી મજબૂર કેટલાક કહેવાતા નેતાઓ પોતાની શક્તિ બતાવવા ટેકોદારો સાથે પહોંચે તો નવાય નહીં. કોંગ્રેસના દાવેદારોના પ્રદેશપ્રમુખ પાસે આંટાફેરા : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગાંધીનગર ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા એમએલએ ક્વાટર ખાતે ઓફિસ ચલાવે છે. ત્યારેહાલ કોર્પોરેશનની ચૂંટણી દડવા માંગતા અનેક દાવેદારો પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યની મુલાકાત લઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસમાં નામના ધરાવતા ગાંધીનગરના કોંગી નેતાઓ પાસે પણ દાવેદારો ટિકિટની ભલામણ લઈને પહોંચી રહ્યાં છે.

વોર્ડ નિરીક્ષકો 1. નિરંજન પટેલ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય 2. ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય કામિનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય 3. આનંદ ચૌધરી, ધારાસભ્ય અંબરીષ ડેર, ધારાસભ્ય 4. બળદેવજી ઠાકોર, ધારાસભ્ય નૌશાદ સોલંકી, ધારાસભ્ય 5. સુરેશ પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય 6. રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય 7. રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ધારાસભ્ય 8. દિનેશ પરમાર, GPCC ઉપપ્રમુખ ચંદનજી ઠાકોર, ધારાસભ્ય 9. વિરજી ઠુમર, ધારાસભ્ય ભરતજી ઠાકોર, ધારાસભ્ય 10. લલીત વસોયા, ધારાસભ્ય હિમાશું પટેલ, GPCC મહામંત્રી 11. અશ્વિન કોટવાલ, ધારાસભ્ય કિરીટ પેટલ, ધારાસભ્ય

કોંગ્રેસને જીતવા સાથે પક્ષને વફાદાર રહે તેવા ઉમેદવારોની શોધ!
કોંગ્રેસે માટે સૌથી મહત્વનું જીતે તેવા ઉમેદવારો સાથે પક્ષપલટો ન કરે તેવા પસંદગી કરવાનું છે. કારણ કે અગાઉ બે વખત સત્તાની નજીક પહોંચી ગયેલી કોંગ્રેસના મોંઢામાંથી પક્ષપલટાને કારણે કોળીયો છીનવાઈ ચૂક્યો છે. 2011ની પ્રથમ ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને 18 બેઠકો આપીને વિજય બનાવી હતી, તે સમયે સત્તા લાલસામાં મહેન્દ્રસિંહ રાણા સહિતના ત્રણ સભ્યોએ ભાજપનો હાથ પકડી લેતા સત્તા ભાજપને મળી હતી અને મહેન્દ્રસિંહ રાણા મેયર બન્યા હતા. 2016માં પ્રજાએ બંને પક્ષને 16-16 બેઠક આપીને અસમંજસમાં મુકી દીધા હતા. ત્યારે સામાન્ય સભામાં ચીઠ્ઠી નાખીને મેયર નક્કી થાય તે પહેલાં જ આઈસ્ક્રીમને જેમ પીગળી ગયેલા પ્રવિણ પટેલે ભાજપનો હાથ પકડી લેતા સત્તા ફરી ભાજપને મળી હતી અને પ્રવિણ પટેલ મેયર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો