બેઠક:કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં મેન્ડેટ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા નિર્ણય, મેન્ડેટ ભંગની20 જેટલી ફરિયાદો મળેલી છે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અશિસ્ત કરનાર કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો સામે પ્રદેશ કોંગ્રેસને મળેલી ફરિયાદનો ઉકેલ લાવવા માટે રવિવારે પ્રદેશ શિસ્ત સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં મળેલી 63 ફરિયાદ પર વિચારણા કરાઇ હતી. છેવટે એવું નક્કી થયું હતું કે, મેન્ડેટનો ભંગ કરનાર કે મેન્ડેટ આપ્યા પછી ફોર્મ પાછું ખેંચનાર નેતા સામે તાત્કાલિક કાર્યવાહી કરાશે તેમ શિસ્ત સમિતિના ચેરમેન નટવરસિંહ મહિડાએ જણાવ્યુંં હતું.

પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિની ચેરમેન નટવરસિંહ મહિડાના કહ્યા પ્રમાણે જે ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કર્યો છે અથવા મેન્ડેટ આપ્યા પછી ફોર્મ પાછું ખેંચી લીધું છે તની સામે કાર્યવાહી કરાશે. આ અંગે આગામી સપ્તાહે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળશે.

અન્ય સમાચારો પણ છે...