દારૂ-ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ગૃહમંત્રીને ઘેર્યા:કોંગ્રેસે તો ભારે કરી, ગૃહમંત્રીએ ગૃહમાં જ રક્ષણ માગવું પડયું!

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી હર્ષ સંઘવીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગૃહમંત્રી હર્ષ સંઘવીની ફાઇલ તસવીર.
  • કોંગ્રેસ- ભાજપના ધારાસભ્યોનો સૂત્રોચ્ચાર

રાજય વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના દારૂ-ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનો જવાબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. આ પછી વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારના પેટા પ્રશ્નમાં 21 હજાર કરોડના ડ્રગ્સમાં કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના પ્રશ્ન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ એવો સુત્રોચ્ચાર અને બેનર પ્રદર્શીત કર્યા કે હર્ષ સંઘવીએ તેમનો જવાાબ રજૂ કરવા અધ્યક્ષનું રક્ષણ માગવું પડ્યું. સંઘવીએ મને જવાબ રજૂ કરવા રક્ષણ આપો તેવી અધ્યક્ષ સમક્ષ માગ કરી પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર એવો કર્યો કે અધ્યક્ષે પ્રશ્નોત્તરીકાળના સમય સુધી ગૃહને મુલતવી રાખવું પડયું.

ડ્રગ્સ-દારૂના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રીને ઘેરી લીધા હતા. ઉપનેતા શૈલેષ પરમારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગતિશીલ ગુજરાત,વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત થઇ ગયું છે. દારૂ ખુલ્લેઆમ મળે છે, ગુજરાતની બોર્ડર પરના એસપીની હપ્તા સીસ્ટમને કારણે દારૂ પકડાય છે,હદ તો તે થઇ ગઇ છે કે, ડ્રગ્સ ગુજરાતમાં ઘર કરી ગયું છે. તેમના આવા આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રી રાજીનામું આપે સહિતના સુત્રોચ્ચાર કરી બેનર પ્રદર્શીત કર્યા હતા.

કેટલાક સભ્યો તેમની જગ્યા છોડીને આગળ આવી જતા ભાજપના ધારાસભ્યોએ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાનમાં ગૃહ રાજય મંત્રીએ જવાબ આપવા પ્રયાસ કર્યો પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર જ એવો કર્યો કે ગૃહ મંત્રીએ અધ્યક્ષ પાસે જવાબ આપે તેવું વાતાવરણ કરવા રક્ષણ માગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...