વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષોમાં હૂંસાતૂંસી:કોંગ્રેસ‌ ‘આપના 500 કાર્યકર જોડાશે’ આપ ‘તમામ સસ્પેન્ડ થયેલા છે’

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષનું આંતરિક રાજકારણ ગરમાયું છે જેનો ફાયદો ઉઠાવીને જે તે પક્ષના નારાજ નેતાઓને પોતાના પક્ષમાં જોડવા માટે ત્રણેય રાજકીય પક્ષો હુંસાતુસી કરી રહ્યા છે. કોંગ્રેસે આપના કિસાન સંગઠનના મુખ્ય 15 નેતા સહિત 500 જેટલા કાર્યકર રવિવારે કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી છે. બીજીતરફ ‘આપ’ એ જણાવ્યું છે કે કોંગ્રેસમાં જોડાવાના છે તે તમામ નેતાને 6 મહિના પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

એકતરફ ભાજપ દ્વારા કોંગ્રેસ અને આપના નારાજ નેતાઓને જોડવામાં આવી રહ્યા છે. બીજીતરફ કોંગ્રેસના કેટલાક નેતા આપમાં જોડાયા છે. કોંગ્રેસના હજુ પણ કેટલાક ટોચના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે આ ભરતી અભિયાનમાં જોડાઇને ‘આપ’ના સસ્પેન્ડ થયેલા નેતાઓને જોડવાનું શરૂ કર્યું છે. આપ એ જણાવ્યું હતું કે કોંગ્રેસની મજબૂરી એવી છે કે કોઇ સારા લોકો પાર્ટીમાં જોડાવા તૈયાર નથી એટલે આપ એ કાઢી મુકેલાને કોંગ્રેસમાં જોડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...