રાજકારણ:કોંગી ધારાસભ્યો રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે સહી કરી આવ્યા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના 40 જેટલા MLA દિલ્હી ગયા હતા

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરી નાખ્યા છે ત્યારે યુપીએ સહિતના વિરોધપક્ષ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંતસિંહા છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવારની નામાંકન ભરવા માટે ધારાસભ્યો-સાંસદોની સહીં જરૂરી હોવાથી ધારાસભ્યો-સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દરમિયાનમાં રાહુલ ગાંધીએ તેમની પૂછપરછ કઇ રીતે થઇ અને તેમનો પ્રતિભાવ શું હતો તે બાબતે પણ જાણકારી આપી હતી.

કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો દિલ્હી ગયા હતા. કોંગ્રેસના 3 સાંસદોને બોલાવવામાં આવ્યા હતા. આ તમામ ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ ઇડી દ્વારા કરાયેલી કામગીરીની જાણકારી આપી હતી. સુત્રોના કહ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ ઇડીની કામગીરીની માહિતી આપી હતી. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીની કામગીરીનું માહિતી આપી હતી.

એકંદરે સાંસદો અને ધારાસભ્યોનું ઇડીની પૂછપરછ પછી નૈતિક મનોબળ વધે તે માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના 64 ધારાસભ્યો પૈકી 40 ધારાસભ્યો ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા. સૌરાષ્ટ્રના ધારાસભ્યો સૌરાષ્ટ્ર ઝોનની બેઠક ગીર સોમનાથમાં હોવાથી દિલ્હી જઇ શકયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...