તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:15માં નાણાપંચની ગ્રાન્ટ વાપરવા મુદ્દે ગ્રામ પંચાયતોમાં મુંઝવણ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાણાપંચની ગ્રાન્ટ વાપરવાર અંગેનું આયોજન આપ્યું નહીં હોવાથી ગામના સરપંચો અવઢવમાં મુકાયા

ગાંધીનગર તાલુકાની ગ્રામ પંચાયતોને 15માં નાણાંપંચના ગ્રાન્ટના બે હપ્તા આપી દીધા છે. પરંતુ ગાંધીનગર તાલુકા પંચાયત તરફથી કોઇ જ આયોજન થયું નથી. આથી સરપંચો અવઢવમાં મુકાયા હોવાનો આક્ષેપ ગાંધીનગર તાલુકા સરંચ એસોશીએશનના પ્રમુખે કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપે છે. તેમાં ગામડામાં 15માં નાણાંપંચ અંતર્ગત ટાઇડ અને અનટાઇડ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવી છે. જોકે 15માં નાણાંપંચની ગ્રાન્ટના પ્રથમ અને બીજો હપ્તો ગ્રામ પંચાયતોમાં જમા કરી દેવામાં આવ્યો છે.

તેમાં ગાંધીનગર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપી દેવામાં આવી છે. જોકે ગ્રાન્ટના આધારે ગાંધીનગર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોએ આયોજન કરીને ગાંધીનગર તાલુકા પંચાયત કચેરીને ઠરાવો પણ આપ્યા છે. પરંતુ તાલુકા પંચાયત તરફથી ગ્રાન્ટ વાપરવા માટેનું કોઇ આયોજન થયું નથી તેવો આક્ષેપ ગાંધીનગર તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખે કર્યો છે.

જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા નહીં હોવાથી કાર્યવાહી અટકી, ટીડીઓ
15માં નાણાંપંચ અંતર્ગત ગામોએ ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ ઉપર ઓનલાઇન એન્ટ્રી કરીને ઠરાવો ગાંધીનગર તાલુકા પંચાયતની કચેરીને રજુ કર્યા છે. તે મુજબના કામોને પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે. જોકે તાંત્રિક મંજુરી કામ શરૂ કરતા પહેલાં સ્થળ સ્થિતિના જિયો ટેગિંગ સાથેના ફોટોગ્રાફ્સ અને એગ્રીમેન્ટ કરાર કચેરીને મળ્યા નથી. આથી જરૂરી ડોક્યુમેન્ટ સબંધિત ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર તાલુકા પંચાયત કચેરીને તાત્કાલીક મોકલી આપવામાં આવે તો આગળની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી શકાશે તેમ તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો