કામગીરી:કોટેશ્વર સહિત 4 ગામમાં મિલકતની આકરણી પૂરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુઘડ અને નભોઈમાં પણ સરવે પૂરો
  • ​​​​​​​કોર્પોરેશનમાં​​​​​​​ સમાવિષ્ટ બાકીની 1.25 લાખ મિલકતોનો 3 મહિનામાં સરવે પૂરો કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ 18 ગામો તથા પેથાપુર પાલિકા વિસ્તારમાં આકરણીની કામગીરી શરૂ કરાઈ છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી કામગીરીમાં કોટેશ્વર, સુઘડ-નભોઈ, અમીયાપુરના વિસ્તારની કાર્પેટ એરિયા બેઈઝ આકારણીની કામગીરી પૂરી કરી દેવાઈ છે. હાલ ભાટ સહિતના વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે જે બાદ ખોરજ-ઝુંડાલમાં કામગીરી કરશે.

ત્યાર બાદ બાકીના વિસ્તારોમાં કુલ 1.25 લાખ મિલકતનો સરવે કરાશે. આ માટે અંદાજે 3 માસનો સમય લાગે તેવી શક્યતા છે. વર્ષ 2022-23થી નવા સમાવિષ્ટ વિસ્તારમાં કાર્પેટ એરિયા આધારિત મિલકતવેરાનાં બિલો આપવામાં આવશે.

હાલના સમયે વાવોલ અને ઉવારસદ ટીપી-9 સિવાયના વિસ્તારમાં સંબંધિત ગ્રામ્ય પંચાયત-નગરપાલિકા દ્વારા નક્કી થયેલા દરો મુજબ જ બિલ અપાય છે. વાવોલ અને ઉવારસદ ટીપી-9 વિસ્તારમાં મિલકતવેરા બિલોના વિતરણની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...