તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડમ્પિંગ સાઈટને પગલે સે-30માં મચ્છરોના ઉપદ્રવ વધ્યાની ફરિયાદો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સે-30 રહેણાંક વિસ્તારોમાં સામાન્ય દિવસોની સરખામણીમાં હાલ મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ છે. ખાસ કરીને જાગૃતિ પાર્ક, ગોલ્ડન પાર્ક અને હાઉસિંગ બોર્ડની સોસાયટીના રહીશો દ્વારા સતત ફરિયાદ કરવામાં આવતા વોર્ડ નં-3ના કાઉન્સીલર પ્રણવ દિલીપકુમાર પટેલ દ્વારા આ મુદ્દે મ્યુનિસિપલ કમિશરનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જાહેર આરોગ્ય ખતરામાં આવી તેવી સ્થિતિનું સર્જન થયું હોવાથી દવા છંટકાવ કરવાનું જરૂરી હોવાનું જણાવ્યું છે.

સ્થાનિકો રહેવાસીઓ દ્વારા આ મુદ્દે રજૂઆત કરાઈ છે કે સે-30માં રહેણાંક વિસ્તારની નજીકની ડમ્પિંગ સાઈટના કારણે આ સમસ્યા સર્જાઈ છે.મચ્છોરના વ્યાપક આ ઉપદ્રવના કારણે વસાહતીઓ હેરાન, પરેશાન થઈ ગયા છે. આ મુદ્દે કાઉન્સિલરે દવાનો છંટકાવ-ડમ્પિંગ સાઈટ તરફથી મચ્છર ફેલાતા હોય તે સંબંધે પણ જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો