આક્ષેપ:વાહન વ્યવહારના કમિશનર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સત્તાધારી પક્ષને ફાયદો કરાવવાનો આરોપ
  • નાયબ નિયામક સામે પણ ગંભીર આક્ષેપ

રાજ્યના વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ અને નાયબ નિયામક વિનીતા યાદવે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં સત્તાધારી પક્ષની સરકારે વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડયા છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આવો પ્રયાસ સત્તાધારી પક્ષને ચૂંટણીમાં મદદકર્તા હોવાથી વાહન વ્યવહાર કમિશનર અને નાયબ નિયામક સામે ચંૂટણી આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

ચૂંટણી પંચને કરાયેલી રજૂઆતમાં 3 નવેમ્બરથી આચાર-સંહિતા લાગુ થઇ ગઇ છે. આચારસંહિતામાં મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, સંસદીય સચિવો, વિભાગોના વડાઓ સાથે સામૂહિક રીતે સરકારની યોજનાઓના અમલ અને પ્રગતિની સમિક્ષા કરી શકાય નહીં.આમ છતાં વાહન વ્યવહાર કચેરીએ 10 નવેમ્બરના રોજ એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. આ કોન્ફરન્સમાં વાહન વ્યવહાર કમિશનર અને નાયબ નિયામક દ્વારા ગુજરાત રાજયની તમામ આરટીઓ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવતી સબસિડી ઝડપથી આપવામાં આવે અને યોજનાઓનો લાભ સત્તાધારી પક્ષ તરફથી મળી રહ્યો છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...