તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મસ્કતી માર્કેટના વેપારીઓને બ્લેકમેલિંગ અને ખંડણી માટે ધમકી મળતાં ગૃહમંત્રીને ફરિયાદ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ પાસેથી વિગતો મેળવી બ્લેકમેલિંગ કરનારા સામે ખંડણીનો ગુનો નોંધવા પોલીસ કમિશનરને સૂચના

મસ્કતી માર્કેટના કાપડના વેપારીઓની આર્થિક સલામતી માટે એસઆઇટીની રચના અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળીને આભાર વ્યક્ત કરવા આવેલા કાપડ માર્કેટના વેપારીઓએ તેમને બ્લેકમેલ કરીને ખંડણી વસૂલવાની ધમકીઓ મળતી હોવાની ફરિયાદ પણ કરી હતી.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વેપારીઓ તરફથી અમને આવી ફરિયાદ મળી છે. વેપારી- ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાની પ્રવૃત્તિ કોઇ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. વેપારીઓની આ ફરિયાદો લઇને તેમના નામ જાહેર ન થાય તે રીતે ખાનગી રાહે તપાસ ચલાવી આવા ખંડણીખોર તત્વો સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને સૂચના આપી છે.

જાડેજાએ જણાવ્યું કે કાપડના વેપારીઓના અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા પૈસા પરત લાવવા એસઆઇટી દ્વારા કામગીરી કરાઇ રહી છે. એક વર્ષમાં 52 અરજીઓનો નિકાલ કરાયો છે જેના થકી કુલ 5.80 કરોડની રીકવરી થઇ છે. બે દુકાનો વચ્ચેના 1.20 કરોડના વિવાદનું એસઆઇટીએ સમાધાન કરાવ્યું છે. હાલ એસઆઇટીમાં 140 અરજીઓ અંગે મસ્કતી માર્કેટની લવાદ કમિટીના પરામર્શમાં ઉકેલની કામગીરી ચાલી રહી છે. અન્ય રાજ્યો સાથેના વિવાદ ઉકેલવા એસઆઇટી વિવિધ રાજ્યોમાં જશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસોના ઝડપી નિકાલ માટે 11 સ્પેશિયલ કોર્ટ ચલાવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...