પ્રેમ:સેક્ટર 16માં રહેતો બનેવી સાળીને લઈ હરિદ્વાર ભાગી ગયાની ફરિયાદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરણીત છતા સાળી સાથે લગ્ન કરાવી આપવાની જીદ કરી હતી

ગાંધીનગના સેક્ટર 16મા રહેતો બનેવી પોતાની માસીજીની દિકરીને લઇને ભાગી ગયો છે. લગ્ન કરવાના ઇરાદા સાથે હરિદ્વાર લઇને ભાગી ગયા બાદ ફોન કરીને લગ્ન કરવી દેવાશે, તો જ પરત આવીશ તેમ પણ જાણાવ્યુ હતુ. પોતે લગ્ન કર્યા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય કરવામા આવતા સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ કરાઈ હતી.

મળતી માહિતી મુજબ સેક્ટર 16મા રહેતી રમીલાબેન (નામ બદલ્યુ છે)એ સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 15 વર્ષની દિકરી સાથે રહે છે. જ્યારે તેના પતિનુ અવસાન થતા બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ગત 29 નવેમ્બરે વહેલી પરોઢે રમીલાબેન નિત્યક્રમ મુજબ ઉંઘમાંથી જાગ્યા હતા. તે દરમિયાને તેમની 15 વર્ષની દિકરી ઘરે જોવા મળી ન હતી. સમય પસાર થવા છતા ઘરે નહિ આવતા તેના સમાજ અને સગા વ્હાલાને ત્યાં પૂછતાછ કરી હતી, પરંતુ કાઇ પતો લાગ્યો ન હતો.

તે દમિયાન રમીલાબેનની બાજુમા રહેતી તેમની બહેનની દિકરીનો પતિ રાહુલ પણ ઘરે જોવા મળ્યો ન હતો. તેનસ પણ શોધખોળ કરવામા આવી હતી. છતા હાથ લાગ્યો ન હતો, પરંતુ બનાવના ચાર દિવસ પછી સામેથી રાહુલનો રમીલાબેનના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, હુ અને પલ્લવી (નામ બદલ્યુ છે) હરિદ્વારમા છીએ. જો તમે અમારા લગ્ન કરાવી દેશો તો જ હુ પાછો આવીશ. તે સમયે દિકરીની માતાએ રાહુલ અને તેની દિકરીને વાત કરીને સમજાવી હતી.

રાહુલ અને પલ્લવીને ઘરે આવવાની વાત કરવામા આવવા સમજાવવા છતા ઘરે નહિ આવ્યા ન હતા. જ્યારે ફરીથી એક સપ્તાહ પહેલા રાહુલે ફોન કર્યો હતો અને બંનેએ વાતો કરી હતી. ત્યારે પણ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી અને તો જ પાછા આવીશુ તેમ કહ્યુ હતુ. જેને લઇને કિશોરીની માતાએ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. તે સમયે બે ત્રણ દિવસમા પાછા આવી જઇશુ તેમ જણાવ્યુ હતુ. પરંતુ બંને ઘરે નહિ આવતા આખરે કિશોરીની માતાએ તેની બહેનના જમાઇ સામે સાળીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...