વિવાદ:શેરથાની યુવતિ પાસે ધંધો કરવા નાણાં માગતા સાસરિયાં સામે રાવ, સાસુ, સસરા, પતિ, નણંદ સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘તને આના કરતા પણ સારી છોકરી મળી હોત’ કહીને સાસુ વારંવાર મ્હેણાં-ટોણાં મારતી હતી

શેરથામા રહેતી યુવતિના લગ્ન આઠ વર્ષ પહેલા પાટણ પાસેના એક ગામમા રહેતા યુવક સાથે થયા હતા. લગ્નેત્તર સબંધ દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. લગ્નના થોડાક મહિના પછી દંપતિ અમદાવાદ રહેવા આવ્યુ હતુ. જ્યારે કોરોનાનો કહેર વધતા વતનમા રહેવા જતા રહ્યા હતા. શેરથા રહેતી યુવતીના લગ્ન પાટણના ખાનપુરડામા 2013મા થયા હતા. લગ્ન બાદ દંપતિ અમદાવાદમા રહેવા આવ્યુ હતુ. પરંતુ એકાએક કોરોના વધતા દંપતિ વતનમા રહેવા જતુ રહ્યુ હતુ. જ્યારે પરણિતાના સાસુ પણ અમદાવાદથી વતનમા રહેવા ગયા હતા.

ત્યારે વતનમા ગયા પછી જાણે સાસુને વહુ ગમતી ના હોય તેમ મ્હેણા ટોણા મારવા લાગી હતી. ત્યારે સાસુ દિકરાના લગ્નથી રાજી ના હોય તેમ વારંવાર મ્હેણા ટોણા મારતા રહેતા હતા.સાસુ દિકરાને ચડામણી કરતા હતા, અલગ રહેવા જવા છતા તકરાર કરાતી હતી. તારા પિતાના ઘરેથી ધંધો કરવા માટે નાણાં લઇને આવજે કહીને મારઝૂડ કરીને ઘરેથી કાઢી મુકી હતી.

યુવતિના પિતા તેના જમાઇને ફોન કરીને દિકરીને તેડી જવા માટે કહેતા હતા. પરંતુ કોઇ લેવા આવતા ન હતા. સમાજના આગેવાનો દ્વારા સમજાવવા મોકલ્યા હતા, તો કહેતા હતા કે, મારે લાવવી નથી. જેને લઇને યુવતિ તેના પિતાના ઘરે આવ્યા બાદ દહેજ અને મારઝુડ કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સાસુ, સસરા, પતિ, નણંદ સામે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...