તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કોલવડાના રહીશના આપઘાત કેસમાં 8 વ્યાજખોર શખ્સ વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 લોકો પાસેથી 60 લાખ જેટલા લઈ 6 શખ્સોને 1 કરોડથી વધુ રૂપિયા આપ્યા હતા

કોલવડાના રહીશના આપઘાત પ્રકરણમાં આઠ શખ્સો સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ થયો છે. મૃતકે બે લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને બીજા 6 લોકોને આપ્યા હતા. એક બાજુ પૈસા ન આવતા અને બીજી બાજુથી કડક ઉઘરાણી ચાલુ રહેલાં છેલ્લા 6 મહિનાથી ટેન્શનમાં રહેતાં હતા. છેલ્લે વ્યાજખોરે કાર પડાવી લઈને ઘર ખાલી કરાવવા સુધીની ધમકી આપતા કંટાળેલા રહીશે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

ઉલ્લેખનિય છે કે બુધવારે કોલવાડામાં વીસ ઘરવાસ ખાતે રહેતાં 44 વર્ષીય રાજેન્દ્રસિંહ રજુજી વાઘેલાએ આપઘાત કર્યો હતો. ત્યારે આ મુદ્દે તેમના પુત્ર યુવરાજસિંહ વાઘેલા(20 વર્ષ)એ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મૃતકે ગામના રણજીતસિંહ ગોડાજી વાઘેલા પાસેથી 2018માં 4 ટકાના વ્યાજે 17.75 લાખ લીધા હતા જેનું તેઓ મહિને 71 હજાર વ્યાજ ચુકવતા હતા. બીજી તરફ તેઓએ ઓગણજના પ્રભાતસિંહ પોપટસિંહ વાઘેલા ઉર્ફે ટીનાભાઈ પાસેથી 2018માં 2 ટકાના વ્યાજે 45 લાખ લીધા હતા, જે માટે તેઓ દર મહિને 90 હજાર વ્યાજ ચુકવતા હતા. મૃતકે સામે કોલવડાના સંજય નટવરલાલ પ્રજાપતિને 15 લાખ અને 50 લાખ મળી કુલ 65 લાખ આપ્યા હતા.

માણસાના વ્યાસ પાલડીના કનુજી રતુજી વિહોલને 24 લાખ, મહેસાણાના ચરાડુંના જીવણજી ભીખાજી ઠાકોરને 4.50 લાખ, કોલવડાના જયકુમાર વિનોદચંદ્ર શાહને 4 લાખ, રાંધેજાના સાગર દિનેશભાઈ સુથારને 10 લાખ અને રોનક નરેન્દ્રભાઈ કોઠારીને 4 લાખ આપ્યા હતા. એટલે મૃતકે 2 લોકો પાસેથી 62.75 લાખ રૂપિયે વ્યાજે લઈને અન્ય 6 શખ્સોને 1.11 કરોડ જેટલા પૈસા વ્યાજે આપ્યા હતા. કોરોના અને લોકડાઉન સહિતની ઘટનાઓને પગલે એક તરફ વ્યાજે પૈસા લેનાર શખ્સો દ્વારા સમયસર પૈસા ન અપાતા હતા બીજી તરફ તેમના માથે વ્યાજ ચઢતા છેલ્લા 6 માસથી તેઓ ટેન્શનમાં રહેતાં હોવાનું ફરિયાદીનો દાવો છે.

મોતના આગલા દિવસે વ્યાજખોર દ્વારા કાર આંચકી લેવામાં આવી હતી
ફરિયાદીના દાવા પ્રમાણે મંગળવારે સવારે ગામના રણજીતસિંહ વાઘેલાએ માંડવી ચોક ખાતે પોતાના પાર્લર પર મૃતકને બે કલાક બેસાડી રાખ્યા હતા. જે બાદ બપોરે ઘરે આવેલો રણજીતસિંહ વ્યાજ બહુ ચઢી ગયું હોવાનું કહીંને મૃતકની આઈ-20 કાર લઈ ગયો હતો. જે બાદ તેણે ઘર ખાલી કરાવવાની પણ ધમકી આપી હતી. ત્યારે આ બધા કારણોસર બુધવારે સવારે ગાળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના પાકીટમાંથી એક ચીઠ્ઠી મળી હતી જેમાં પૈસા લેનાર અને આપનાર તમામના નામ લખ્યા છે અને પોતાના મોત માટે જવાબદાર હોવાનું કહેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...