શહેરના સેક્ટર 4માં પિતાના ઘરે રહેતી યુવતીના લગ્ન મોટેરામાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીનો અભ્યાસ ચાલુ હોવાથી લગ્ન સમયે તેની માતાએ નોકરી કરશે અને તેને સાડી પહેરતા આવડતુ નથી, તેવી વાત કરી હતી. પરંતુ સાસરીમાં ગયા પછી પરણિતાને સાડી પહેરવા બાબતે મ્હેણા ટોણા મારવામાં આવતા હતા અને પતિના જન્મ દિવસ નિમિત્તે સોનાના દાગીનાની માગ કરવામાં આવી હતી. જેથી પરીણિતાએ દહેજ બાબતની માગણી અને સાસરિયાઓની ચઢામણીથી પતિ મારઝુડ કરતા સાસરી પક્ષના 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સેક્ટર 4માં રહેતી 27 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, એક વર્ષ પહેલા તેના લગ્ન મોટેરામાં રહેતા લહેર સુરેશભાઇ આનંદ સાથે થયા હતા. ગત નવેમ્બર 21માં લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન કરતા પહેલા પરણિતાની માતાએ દિકરીના સાસરિયાને તેમની દીકરીને સાડી પહેરતા આવડતુ નથી અને અભ્યાસ કરે છે, જેથી નોકરી પણ કરશે તેમ કહેતા સાસરિયાએ સંમતી આપી હતી.
પતિ લહેર કચ્છ અંજારમા રેલવે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરતો હોવાથી પરિણીતા પતિ સાથે રહેવા ગઇ હતી. જ્યાં થોડા સમયમાં સાસુ નિલમબેન, પતિ લહેર પત્નીને સાડી પહેરવા દબાણ કરતો હતો અને મ્હેણાં ટોણાં મારતો હતો સસરા સુરેશભાઇ, દિયર સ્મીત, નાની સાસુ જીવીબેન, નાના સસરા અમૃતભાઇ, પતિ દ્વારા દહેજમાં દાગીના માગવામાં આવતા હતા. જેથી થોડો સમય જવા દો તેમ કહેવા છતા ઝઘડો કરવામાં આવતો હતો.
જ્યારે પતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે પરણિતાએ તેની માતાને જાણ કરતા તેની બહેન અને બનેવી દાગીના આપી ગયા હતા. સાસરિયા સાથે તેમના સગા અમૃત પરમાર, જીવીબેન પરમાર, દિલીપ પરમાર, ગીરા પરમાર, રુદ્રા પરાશરીય, નિરુ મેસરિયા, સોમા મેસરિયા અને ચંદ્રિકા પરમાર (વાવોલ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.