ફરિયાદ:અડાલજની પરીણિતાને પતિએ માનસિક ત્રાસ આપતાં ફરિયાદ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સાસુ સામે મહિલા પોલીસમાં ફરિયાદ
  • રાજકોટની યુવતીનાં લગ્ન યુવક સાથે થયાં હતાં

રાજકોટમા રહેતી યુવતીના લગ્ન અડાલજમા રહેતા યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામા આવ્યા હતા. પરંતુ ઇગો ધરાવતો પતિ તેની પત્નિને વારંવાર ત્રાસ આપતો હતો. તેની સાથે તેની માતા પણ અપમાનિત કરતી હતી. વારંવારના ત્રાસથી કંટાળીને પરણિતાએ તેના પતિ અને સાસુ સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ કરતા કાર્યવાહી હાથધરી હતી.

રાજકોટમા રહેતી શચી શેઠે ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન વર્ષ 2016મા અડાલજમા રહેતા રવિ શાહ સાથે થયા હતા. પતિનો સ્વભાવ શરૂઆતથી જ ઇગોવાળો હોવા છતા ધીરેધીરે વર્તનમા સુધારો આવી જશે તેમ સમજી લગ્ન જીવન પસાર કરી રહી હતી. પરંતુ સમય નિકળવા છતા પતિના વર્તનમા કોઇ ફેરવાર જોવા મળતો ન હતો. આડકતરી રીતે મને નીચુ બતાવવામા આવતુ હતુ. માનસિક રીતે ટોર્ચર કરવામા આવતી હતી.મારા સાસુ રૂપાબેન શાહ પણ મારા પતીની વાતમા આવીને ઘરમા નોકરની હાજરીમાં મને અપમાનીત કરતા હતા.

તેમ છતા ઘર સંસાર બગડે નહિ તે માટે હુ સહન કરતી હતી. સમય નિકળતા હુ પ્રેગ્નેન્ટ થતા હુ સાત મહિના સાસરીમાં રહી હતી. તે સમયે પણ મને હેરાન કરવામા આવતા પિયર રહેવા ગઇ હતી. જ્યારે વર્ષ 2020મા બાળકનો જન્મ થયા પછી પણ મારા પતિ અને સાસુને મારી અને બાળકની કોઇ કદર ના હોય તેમ ધ્યાન આપતા ન હતા અને બંને જણા માનસિક ત્રાસ આપતા હતા. માનસિક ટોર્ચર કરીને મને ઘરેથી નિકળી જવાનુ કહેતા માતા પિતાના ઘરે જતી રહી હતી. ત્યારપછી પણ મારા માતા પિતાએ સમાધાનના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેડી જવાનુ કહીને આવતા ન હતા. ત્યારે પતિ અને સાસુ સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...