તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયા:ડભોડાની 15 કરોડની જમીનને ખોટા પાવરે વેચવા જતાં ફરિયાદ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની જ વ્યક્તિનું ખેડૂતના નામ સાથે ભળતું નામ આવતાં પાવર ઑફ એટર્ની બનાવી જમીન વેચવા કાઢી હતી

ગાંધીનગર તાલુકાના ડભોડા ગામની સીમમા આવેલી 17 વીધા જમીનમા ખેડૂતના નામ જેવુ ભળતા નામનો ખોટો પાવર બનાવી 15 કરોડની જમીનને બારોબાર વેચવા ફરતા 5 ભૂમાફિયા સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

સેધાજી બળદેવજી યાદવ (ઠાકોર) (રહે.ડભોડા, ગાંધીનગર) ડભોડા ગામની સીમમા અલગ અલગ સર્વે નંબરની કુલ 17 વીધા આશરે 15 કરોડની કિંમતી જગ્યા ધરાવે છે. જેમા કેટલીક જમીન ગામના જ ખેડૂત પાસેથી વર્ષ 1997મા વેચાણ રખાઈ હતી. પરંતુ વર્ષ ફેબ્રુઆરી 2020મા ગામમા સેંધાજીની માલિકીની જગ્યા વેચવાની છે તેવી વાતો ગામમા વહેતી થઇ હતી.જ્યારે જમીનમા ખોટો પાવર ઓફ એટર્ની કરાયો હોવાની વાત પણ મળી હતી. જ્યારે સેંધાજીએ વારસાઇ માટેની મામલતદાર ગાંધીનગરમાં કાર્યવાહી કરતા નોંધ સામે વાંધા અરજી થઇ હતી. વાંધો રજૂ કરનારની તપાસ કરાતા ગામમા જ રહેતા અને સેંધાજી ઠાકોરના પિતાજીના ભળતા નામ ધરાવનાર બળદેવસિંહ બબાજી ઉર્ફે બલદેવસિંહ બબસિંહ સોલંકી (રહે. ડભોડા) દ્વારા ખોટી સહિ કરાઈ હતી. ગામના અજીતજી ભરતજી ઉર્ફે બાબુજી સોલંકી (રહે. ડભોડા) સહિઓ કરવા લઇ ગયો હતો.ગામની તમામ સર્વે નંબરની જમીનમા બળદેવજી બબાજી સોલંકી ઉર્ફે બલદેવસિંહ બબસિંહ સોલંકીએ એક ખોટો નોટરી પાવર ઓફ એટર્ની બનાવી શેરથા ઠાકોરવાસમા રહેતા મુકેશ પુંજાજી ઠાકોરને કરી આપ્યો હતો. જેમા સાક્ષી તરીકે સોનાજી ખોડાજી ઠાકોર (રહે જગતપુર, ઠાકોરવાસ) અને અમૃત ધનજીભાઇ પ્રજાપતિ (રહે. વાવોલ) સામે ખેડૂતે ખોટો પાવર બનાવી જમીનને વેચવા માટે ફરતા પાંચેય ભૂમાફિયાઓ સામે ડભોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...