ફરિયાદ:ગાંધીનગરના ચિટનિસ અધિકારી સામે તબીબ યુવતીની ફરિયાદ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ મારી નાખવા ધમકી આપી
  • દિલ્હીમાં​​​​​​​ અધિકારી યુવક તેમજ યુવતી UPSCની તૈયારી કરતા મિત્ર બન્યા હતા

પાટનગરમાં બદલી થઇને આવેલા ક્લાસ ટુ અધિકારી સામે મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ કરાઈ છે. ચિટનિસ તરીકે ફરજ બજાવતા અધિકારી અને એક તબીબ યુવતીની દિલ્લીમા યુપીએસસીની તૈયારી કરતા સમયે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ ત્યારબાદ બન્ને વચ્ચે નાણાને લઇને તકરાર થતા અધિકારીએ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરવામા આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટની વતની અને ન્યૂ ગાંધીનગર વિસ્તારમા ભાડે રહીને યુવતી તબીબ હોવા છતા ઓફિસર બનવા યુપીએસસીનો અભ્યાસ કરતી હતી. આશરે બે વર્ષ પહેલા તબીબ યુવતિ દિલ્લીમા યુપીએસસીની તૈયારી કરવા ગઇ હતી. જ્યા અધિકારી યુવક પણ તૈયારી કરવા ગયો હતો. તે સમયે બંને વચ્ચે પરિચય થતા મિત્રતા થઇ હતી. લાંબા સમય સુધી બંને વચ્ચે મિત્રતા ચાલી હતી. ત્યારબાદ યુવક અધિકારી બન્યો હતો.

બાદમા અધિકારીએ તબીબ યુવતી પાસેથી 6 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારે તબીબ યુવતિને નાણાની જરૂરિયાત હોવાથી અધિકારી પાસેથી નાણા પરત માગ્યા હતા.ગાંધીનગરને અડીને આવેલા જિલ્લામાંથી પાટનગરમા બદલી થઇને આવેલા ક્લાસ ટુ અધિકારી સામે મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ કરાઈ છે. ચિટનીશ તરીકે ફરજ બજાવતા અધિકારી અને એક તબીબ યુવતીની દિલ્લીમા યુપીએસસીની તૈયારી કરતા સમયે મુલાકાત થઇ હતી.

ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ ત્યારબાદ બન્ને વચ્ચે નાણાને લઇને તકરાર થતા અધિકારીએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ કરવામા આવી છે. આમ આ બનાવ પાછળ પાટનગરમા બદલી થઇને આવેલા ક્લાસ ટુ અધિકારી અને રાજકોટની યુવતી વચ્ચે દિલ્હીમાં પરીક્ષાની તૈયારી કરતા કરતા બંધાયેલા પ્રેમસંબંધમાં પૈસા બાબતે રકઝક થયા બાદ આ બંને વચ્ચે ખટરાગ થતા ક્લાસ ટુ અધિકારીએ યુવતી સાથે સંબંધ ચાલુ રાખવા દબાણ કરાયુ હોવાનું બહાર આવતા આ બાબત ટોક ઓફ ધી ટાઉન બનતા ચકચાર મચી ગઈ છે.

નાણાં પાછા માગતા ખટરાગ થયો હતો
અધિકારીએ તેના સ્વજનની તબિયત ખરાબ હોવાથી નાણાની જરૂરિયાત બતાવી યુવતી પાસેથી નાણા લીધા હતા. જ્યારે યુવતિને નાણાની જરૂરિયાત ઉભી થતા અધિકારી પાસે નાણા પાછા માગતા બંને વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. જેમા બંનેની મિત્રતાનો અંત આવ્યો હતો. બાદમાં ક્લાસ ટુ અધિકારીએ તબીબ યુવતિને ફોન ઉપર ધમકી આપવાનુ શરૂ કર્યુ હતુ.

અવાર નવાર ફોન કરીને તબીબ યુવતિને પરેશાન કરાતી હતી. ભૂતકાળ સામે લાવીને બદનામ કરવાની ધમકી આપવા સાથે યુવતિ તેની સાથે વાત નહિ કરે તો મારી નાખશે તેવી ફોન પર ધમકી અપાતા તેના એક સમયના મિત્ર કમ અધિકારી સામે પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...