તપાસ:દંતાલીમાં અદાણી નોર્થપાર્ક સોસાયટી પાસેથી બાઇકની ઉઠાંતરી થતાં ફરિયાદ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દંતાલી ગામની સીમમા આવેલા શાંતિગ્રામ અદાણી પાસેના અદાણી નોર્થ પાર્ક સોસાયટી પાસેથી એક બાઇકની ઉઠાતરી કરવામા આવી હતી. જેને લઇને બાઇક માલીકે અડાલજ પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ચમનજી વિરમજી ઠાકોર (રહે, અદાણી નોર્થ પાર્ક ગેટ 1ની સામેના છાપરામા, મૂળ રહે, જસોમવ, હારીજ) કેનાલની ફોરેસ્ટ વિભાગની ઝાડીઓમા પાણી છાટવાની કામગીરી કરે છે.

ત્યારે સાંજના કામકાજ પતાવી પોતાનુ બાઇક નંબર જીજે 18 એએફ 1973ને ઘર પાસે પાર્ક કરવામા આવ્યુ હતુ. જ્યારે વહેલી સવારે ઉઠીને જોયુ તો બાઇક પાર્કિંગ કરેલી જગ્યા ઉપર જોવા મળ્યુ ન હતુ. જેને લઇને અડાલજ પોલીસ મથકમા 10 હજારની કિંમતના બાઇકની ચોરીની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે ચોર ઇસમો બાઇક ચોરીને અન્ય જગ્યાએ વેચી નાંખી રોકડી કરી લેતા હોય છે. લોકોએ પણ સાવચેતી રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...