તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉવારસદમાં દુકાનદારોનાં 2 જૂથ વચ્ચે મારામારીની ફરિયાદ

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોમ્પ્લેક્સના ટોઈલેટમાં લઘુશંકા બાબતે માથાકૂટ થયા બાદ મારામારી થતાં મામલો તંગ બન્યો હતો

ઉવારસદ ગામની સીમમાં આવેલા સુયશ કોમ્પ્લેક્સ ખાતે કોમન ટોઈલેટમાં લઘુશંકા બાબતે બે જુથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. મારુતી આમ્રકુંજ ખાતે રહેતાં દિલીપભાઈ પટેલે (46 વર્ષ)આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ભત્રીજાની સુયશ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં મકાન લે-વેચની દુકાન છે. તેમના ભત્રીજાને કોમ્પ્લેક્સમાં પાર્લર ચલાવતા પવન પટેલ સાથે બોલાચાલી થઈ હતી, જેનું સમાધાન તેઓએ કરાવ્યું હતું.

ત્યારબાદ સવા છ વાગ્યે ફરી ભત્રીજાનો ફોન આવ્યો હતો જેમાં પવન, તેનો ભાઈ કિશન અને કોલવડાનો જૈમિન બેચરભાઈ પટેલ સહિત બે ગાડીમાં આઠેલ લોકો આવી ઝઘડો કરતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે જેને પગલે દિલીપભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે આ શખ્સો તેમના ભત્રીજા,ભાઈ અને ભારીને મારમારતા હતા. જેમાં તેઓ વચ્ચે પડતાં ફરિયાદી તથા અન્ય લોકોને પણ આ શખ્સો મારમાર્યો હતો. જે અંગે દિલીપભાઈએ ઉવારસદના પવન પટેલ, કિશન પટેલ અને કોલવડાના જૈમીન બેચરભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

આ તરફ પવન સુરેશભાઈ પટેલે (38 વર્ષ) પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ સાંજે કોમન બાથરૂમમાં લધુશંકા બાબતે માથાકુટ બાદ સાંજે નિમિત પંકજભાઈ પટેલ (દેવશર્ણમ સોસા. ઉવારસદ) પાછો ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના કાકા દિલીપભાઈ, પિતા પંકજભાઈ, મિત્ર હરદેવસિંહ ઉમટ તથા બીજા શખ્સો આવી ગયા હતા. જેઓએ પવન તથા કિશનને ગડદાપાટુનો માર માર્યો હતો. પવન પટેલની ફરિયાદના આધારે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો