તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • A Police Complaint Has Been Lodged Against A Person Who Made A False Newspaper List Viral By Tampering With The Dates Of Standard 10 And 12 Examination Programs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધોરણ 10 અને 12ની પરીક્ષાના કાર્યક્રમની તારીખોમાં ચેડાં કરી ખોટી અખબાર યાદી વાઈરલ કરનાર સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવવામા આવ્યો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષા આગામી 10મી થી 25 મે દરમિયાન યોજાનાર છે. આપરીક્ષાના કાર્યક્રમની તારીખોમાં ફેરફાર કરીને ધોરણ 10 અને 12 ની પરીક્ષા 15 જૂનથી 30 જૂન દરમિયાન લેવામાં આવશે તેવી ખોટી અખબારી યાદી વાયરલ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકે ગુનો નોંધાતા ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા અજાણ્યા ઇસમને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર 10 માં આવેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સંયુક્ત નિયામક બહાદુરસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શિક્ષણ બોર્ડની કચેરી દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત નિયામક બી. એન. રાજગોરની સહીથી અખબારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જેમાં ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષા 10મીમે થી 25મી મે દરમિયાન યોજાનાર છે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં પહેલી એપ્રિલના રોજ સોશિયલ મીડિયામાં ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષા 15મી જૂનથી 30 જૂન દરમિયાન લેવામાં આવશે તેવી ખોટી અખબારી યાદી કચેરીના અધિકારી તેમજ લોગો નો દુરુપયોગ કરીને કોઇ ઈસમે વાયરલ કરી હતી.

આ બાબતે કચેરીના અધિકારી દ્વારા ચકાસણી કરાતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાચી અખબારી યાદીની તારીખો મા ફેરફાર કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી વિદ્યાર્થી તેમજ વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેમાં કોઈ અજાણી વ્યક્તિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સંયુક્ત નિયામકના નામે પહેલી એપ્રિલના રોજ ધોરણ-10 અને 12ની જાહેર પરીક્ષા 15મી જૂનથી 30 જૂન દરમિયાન લેવામાં આવશે તેવી યાદીમાં અધિકારીની સહી તેમજ કચેરીનાં લોગોનો દુરુપયોગ કરી whatsapp ના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી હતી. જેના પગલે સંયુક્ત નિયામકની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસ મથકે ગુનો દાખલ થતા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલા દ્વારા ખોટી અખબારી યાદી વાયરલ કરનાર અજાણ્યા ઇસમને ઝડપી લેવા માટે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો