ફરિયાદ:બોરીજની પરીણિતાને માનસિક ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ, ​​​​​​​બાળકના જન્મ પછી પરણિતા પિયર ગઇ હતી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમિયાપુરની યુવતીના બોરીજના યુવક સાથે લગ્ન થયા હતા લગ્નના એક વર્ષ પછી દિકરાનો જન્મ થયા પછી પરણિતાની તબિયત સારી નહિ રહેતા પિયરમા રહેતી હતી. ત્યારબાદ સાસરીમાં ગયા પછી મ્હેણા ટોણા મારી હેરાન કરવામા આવતા પતિ, સાસુ, સસરા, અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી.

અમિયાપુર ગામમા રહેતી સેજલબેન કાળાભાઇ ઠાકોરના લગ્ન બોરીજમા રહેતા અરૂણજી ગોપાલજી ઠાકોર સાથે 2018મા થયા હતા. લગ્નના એક વર્ષ પછી દિકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પરણિતાની તબિયત નાજુક રહેતી હતી. જેથી પરણિતા તેના પિયરમા રહેવા આવી ગઇ હતી. તે સમયે તેના સસરાનો ફોન આવ્યો હતો, ત્યારે પણ તબિયત સારી થયા પછી આવશે તેમ કહ્યુ હતુ. ત્યારપછી સસરા અને જેઠાણી રંજનબેન પિયર ગયા હતા અને દિકરાને લઇને સાસરીમા જતા રહ્યા હતા.

જ્યારે પરણિતા સાસરીમાં ગઇ ત્યારે પતિ, સાસુ મંજુલાબેન, સસરા ગોપાલજી અને જેઠાણી મનફાવે તેમ ગાળો બોલતા હતા. પતિ કહેતા હતા કે, તને માત્ર દિકરાની મા તરીકે જ રાખવા માગુ છુ, પત્ની તરીકે નહિ. તમામ સાસરિયા એક થઇને પરણિતાને માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે પરણિતાને તેના હાથ ખર્ચ માટે નાણા અપાતા ન હતા અને દિકરો પણ પાછો આપતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...