ફરિયાદ:માણસાની સગીરાનો પીછો કરતા યુવક સામે પોક્સોની ફરિયાદ દાખલ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચલાવતો માણસામા જ રહેતો યુવક સગીરાના પાછળ પડ્યો હતો

પાટનગરમા અસંખ્ય ક્લાસીસ આવેલા છે. જેમા યુવક યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવામા આવે છે. ત્યારે માણસા શહેરમા રહેતી 17 વર્ષિય સગીરા સેક્ટર 6 ખાતે આવેલા એક ક્લાસીસમા અભ્યાસ કરવા આવતી હતી. તે દરમિયાન માણસા શહેરમા જ રહેતો 27 વર્ષિય યુવક પાટનગરમા ડ્રાઇવીંગ કરવા આવતો હતો. ત્યારે યુવક સગીરા પાછળ પીછો કરતો હતો. જેને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા પોક્સોની ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ માણસા શહેરમા રહેતી 17 વર્ષિય સગીરા ધોરણ 12 પાસ કર્યા પછી ગાંધીનગરના સેકટર 6મા આવેલા ખાનગી ક્લાસીસમા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. ત્યારે માણસા શહેરમા જ રહેતો 27 વર્ષિય સુમિત વણકર નામનો યુવક પોતાની કાર ધરાવે છે અને કારને કેબ તરીકે શહેરમા ભાડેથી ફેરવે છે. ત્યારે આ યુવક સગીરાના પાછળ પડી ગયો હતો. અપરણિત યુવક સગીરાને પ્રેમજાળમા ફસાવવા પાછળ પાછળ ફરતો હતો. જેને લઇને સગીરાને યુવકના એક તરફી પ્રેમથી કંટાળીને સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...