તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વહેલાલ ગામના ખેડૂતની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેવાયાનો પર્દાફાશ થતા ફરિયાદ

વહેલાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટીના બોગસ સહી સિક્કા કરી પેઢીનામું બનાવી લીધા બાદ
  • બોગસ રાઉન્ડ સિલમાં ચિત્ર નથી ,નંબર લખેલા છે: તલાટીએ દસક્રોઈ મામલતદારને અરજી કરી, બોગસ પેઢીનામું હસ્ત લિખિત જણાયુ

વહેલાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના બોગસ સિક્કા તેમજ સહીથી પેઢીનામું તેમજ ડેટા ઇનપુટ સીટ બનાવી વેચાણ દસ્તાવેજમાં ઉપયોગ થયો હોવાની ફરિયાદ સ્વયં વહેલાલ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા તલાટીએ દસક્રોઈ મહેસુલ ભવનમા મામલતદાર સમક્ષ લેખિતમાં અરજી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવાયું છે.

વહેલાલ ગામના અમદાવાદ રહેતા ખેડૂત ખાતેદાર જશુભાઈ અંબાલાલ પટેલની માલિકીની વહેલાલ ગામની સીમમાં આવેલી ખેત જમીનમાં 18 માર્ચ 2021 ના રોજ નોંધ નંબર 7778 હેઠળ વેચાણ દસ્તાવેજ નંબર 1210 હેઠળ વેચાણ થઈ છે. જેમાં વેચાણ દસ્તાવેજ કરતી વખતે વહેલાલના તલાટી કમ મંત્રીના ખોટા બોગસ સહી તેમજ સિક્કાનો ઉપયોગ થયો હોવાનું વહેલાલ તલાટી કમ મંત્રીના ધ્યાન પર આવ્યું છે.વધુમાં વેચાણ દસ્તાવેજ કરતી વખતે રજુ કરાયેલુ પેઢીનામું તેમજ ડેટા ઇનપુટ સીટમા પણ વહેલાલના તલાટીના ખોટા સહી અને સિક્કા હોવાનું ધ્યાનમાં આવતા વહેલાલના તલાટીએ આ અંગે ઘટતું કરવા દસક્રોઈ મામલતદારને અરજી આપી છે.

વહેલાલ ના તલાટીના ધ્યાન પર આવેલ 12 માર્ચ 2021નું જશુભાઈ અંબાલાલ પટેલના વારસો દર્શાવતું પેઢીનામુ હસ્ત લિખિત છે જેમાં કોઈ અરજદાર કે જામીનના ફોટો લગાવવામાં આવ્યા નથી. પેઢીનામામા હંમેશા અરજદાર અને જામીનોના ફોટા હોયજ છે.બીજું વહેલાલ પંચાયતનું પેઢીનામું પ્રિન્ટેડ હોય છે જ્યારે બોગસ પેઢીનામું હસ્ત લિખિત છે.

વહેલાલ તલાટીના બોગસ સહી સિક્કાનું હસ્તલિખિત પેઢીનામામા બે જામીનોના નામ દર્શાવેલ છે પરંતુ તેઓના ફોટા લગાવેલા નથી તેમજ તેઓના આઈડી પ્રુફપણ મળ્યા નથી.જેથી કરીને બે જામીનદારો કોણ છે કયાના છે તે જાણી શકાયું નથી. વહેલાલ ગ્રામ પંચાયતના તાજા ઓરીજનલ રાઉન્ડ સિલમાં વચ્ચેના ભાગે ચિત્રની છાપ છે જ્યારે બોગસ સિક્કામાં નોંધણી નમ્બર 5023 લખેલું છે. તલાટી ના બોગસ સિક્કામાં જોડણીની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે. ખાતેદારની માહિતી દર્શાવતી માહિતી સીટમાં દર્શાવેલ મોબાઈલ નમ્બર,એડ્રેસ સહિતની ખોટી હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...