સેક્ટર 24મા રહેતી યુવતિના લગ્ન પાંચ વર્ષ પહેલા ચાણસ્માના સરસાવમા રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી દંપતિનો સંસાર સારી રીતે ચાલ્યો હતો. પરંતુ ત્યારબાદ સંતાન બાબતે પરણિતાને મ્હેણા ટોણા મારવામા આવતા હતા. જ્યારે સસરા પરણિતાને ઉંઘમાથી જગાડીને મારઝુડ કરતા હતા. ઉપરાંત પતિ પણ વારંવાર હાથ ઉગામતો હતો. જેને લઇને પરણિતાએ પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
સેક્ટર 24 ઇન્દીરાનગર છાપરામા રહેતી રંજનબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ચાણસ્મા તાલુકાના સરસાવ ગામના યુવક રાહુલ મુકેશભાઇ પરમાર સાથે થયા હતા. પતિ ઉંઝા ગંજબજારમા નોકરી કરતો હતો અને પરિવાર સાથે જીવન નિર્વાહ કરતી હતી. ત્યારબાદ પરણિતાની સાસુ મંજુલાબેન દ્વારા વાંધા વચકા કાઢવાનુ શરૂ કરાયુ હતુ.સાસુ તેના દિકરાને તેની વિરુદ્ધ ચઢામણી કરતી હતી. જ્યારે પરણિતા તેના પતિ સાથે બહાર ફરવા જાય તો સાસુ સાંજે જમવાનુ આપતી ન હતી .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.