ફરિયાદ:સગાને ત્યાં ન જવાનું કહી ત્રાસ આપતા સાસરિયાં સામે ફરિયાદ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિહારની પરીણિતાની પતિ, નણંદ સહિત 6 સામે ફરિયાદ

વિહારમાં માસીના ઘરે રહેતી યુવતીના લગ્ન મહેસાણાના ભાંડુ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. પરંતુ લગ્ન પછી પત્નીને નણંદ અને તેનો પતિ વારંવાર ત્રાસ આપતો હતો. નણંદ વારંવાર કહેતી હતી કે, તને કામ આવડતુ નથી અને તારા સગા સબંધીઓના ઘરે જવાનુ નથી.

જ્યારે પિયરીયાઓને ના શોભે તેવા શબ્દો બોલવામાં આવતા હતા. જેને લઇ માસાને બોલાવી તેમની સાથે ગઇ હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેડવા પણ આવતા નથી. જેને લઇ સાસરીપક્ષના 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ બીનાબેન રાહુલકુમાર કડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન મહેસાણાના ભાંડુ ગામના રહેતા રાહુલ કડિયા સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં નણંદ કિંજલ કહેતી હતી કે, તને કામ કરતા આવડતુ જ નથી અને તારે તારા સગા સબંધીઓના ઘરે જવાનુ નહીં.

તે ઉપરાંત તુ તારા પિતાના ઘરેથી કાંઇ લાવી નથી, તેમ કહીને મ્હેણા ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે કાકા સસરા ધર્મેન્દ્રકુમાર બાબુભાઇ કડિયા, મામાજી પ્રવીણલાલ છોટાલાલ કડિયા, મામા સસરાનો દિકરો હાર્દિક પ્રવિણભાઇ કડિયા (રહે, ઉમતા) ઘરે આવતા હતા, તે સમયે અવાર નવાર પરીણિતાનો જ વાંક કાઢતા હતા.

તારામાંં વિચાર શક્તિ નથી, તુ પિતાના ઘરેથી કાંઇ લાવી નથી અને અહિંયાથી જતી રહે, તેમ કહેવામાં આવતુ હતુ. પતિ અને નણંદને ચઢામણી કરતા હતા, જેથી પતિ અને નણંદ મારઝુડ કરતા હતા. જ્યારે તુ અહીંયાથી નિકળી જા અને જો અહિંયા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવતી હતી.

જેથી તેના માસા અને માસીને જાણ કરવામાં આવતા વિહાર લઇ ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી સાસરીયાઓ દ્વારા એક પણ વખત સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.જ્યારે છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવતા સાસરીપક્ષના તમામ 6 આરોપીઓ સામે માનસિક ત્રાસ અને દહેજ બાબતની માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાસરિયાનો ત્રાસ વધી જતાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...