શહેરમાં રહેતી યુવતીના લગ્ન ચાંદખેડામાં રહેતા યુવક સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા. પરંતુ લગ્નના થોડા જ સમયમાં યુવતીને સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે બબાલ કરી પતિને ચઢામણી કરતા હતા. વારંવાર ઝઘડા કરી મ્હેણા ટોણા મારતા હતા. આખરે મહિલા પોલીસ મથકમાં એસઆરપીમાં કોન્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભૂમિબેન પરમાર (રહે, સેક્ટર 16, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન ચાંદખેડા કિર્તન સોસાયટીમા રહેતા કિરણકુમાર વિનોદભાઇ સુતરીયા સાથે સામાજિક રીતરિવાજ મુજબ વર્ષ 2015મા થયા હતા. લગ્નના શરૂઆતના પાંચેક મહિના સંસાર સારો ચાલ્યો હતો. પરંતુ ત્યારબાદ સાસુ ધર્મિષ્ઠાબેન, સસરા વિનોદભાઇ નાની નાની વાતોમા વાંધા કાઢતા હતા.
મનફાવે તેમ બોલીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પતિને મારી વિરુદ્ધ ચઢામણી કરી ટોર્ચર કરતા હતા. ચાર નણંદ ગીતાબેન રમેશભાઇ પરમાર (રહે, દધાલીયા), હેમલતાબેન મહેશભાઇ પરમાર (રહે, અમદાવાદ), આશાબેન રાકેશભાઇ પરમાર (રહે, મોટેરા) નણંદો પણ હેરાન કરતી હતી. નણંદ ભાઇનુ લગ્ન જીવન સુધારવાની જગ્યાએ બગાડી રહી હતી.
દહેજમાં સોના ચાંદીના દાગીનાની માંગણીઓ કરવામા આવતી હતી. નણંદ સાસુ સસરા સાથે મળીને ઉશ્કેરવાની કામગીરી કરતી હતી. આ બાબતે ઝગડો કરતા પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને ખૂબ બોલાચાલી બાદ રાત્રિના સમયે બાળકને લઇને નિકળી ગઇ હતી. સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવામા આવ્યા હોવા છતા પતિ સ્વિકારવા તૈયાર નહિ થતા આખરે મહિલા પોલીસમાં 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.