ફરિયાદ:નશો કરવા પત્નીને ઘરમાં પૂરી ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરણિતાએ મકાનની લોનના 25.50 લાખ ચૂકવ્યા હોવા છતા મારઝુડ કરાતી હતી

રાયસણમા રહેતી યુવતિના એક દાયકા પહેલા કપડવંજમા રહેતા યુવક સાથે થયા હતા. પરંતુ ચાર વર્ષ સુધી લગ્ન જીવન સારુ ચાલ્યુ હતુ. ત્યારબાદ પતિ નશો કરવા પત્નિને ઘરમા બંધ કરી દીવ જતા રહેતા હતા. જ્યારે મકાન લેવા લોનના દહેજમા 25.50 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતા માનસિક અને શારીરિક ત્રાસ આપવામા આવતા મહિલા પોલીસ મથકમા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અંકિતા ધવલ પટેલ (રહે, રાયસણ)ના લગ્ન કપડવંજના તેલનાર ગામમા રહેતા ધવલ પ્રકાશભાઇ પટેલ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દિકરાનો જન્મ થયો હતો. જ્યારે પતિ જામનગરના સિક્કામા નોકરી કરતા હોવાથી તેની સાથે રહેવા ગઇ હતી. ત્યારબાદ કોડીનાર બદલી થવાથી ત્યા રહેવા ગયા હતા. જ્યારે બાળકનો જન્મ થયો ત્યાર પછી નાની નાની બાબતોમા પતિ પત્નિને માર મારતા હતા. જ્યારે પતિ નોકરીથી ઘરે આવે તો દિકરાને પણ કારણ વિના મારવામા આવતો હતો.

કોડીનારથી દીવ નજીક થતુ હોવાથી વારેવારે પતિ દીવ નશો કરવા જતો રહેતો હતો. તે સમયે મને ઘરમાં બંધ કરી જતો રહેતો હતો. ત્યારબાદ દિકરાને માર મારતા અને મને ઘરની ગેલેરીમાં સુવાનુ કહેતા હતા. બીએસસી બીએ્ડનો અભ્યાસ કર્યો હોવા છતા મને નોકરી કરવા દેવામા આવતી ન હતી. વડોદરાના વાઘોડીયામા 29 લાખનુ મકાન લીધુ હોવાથી દહેજ પેટે 25.50 લાખ લોનના ચૂકવ્યા હતા. જયારે પત્નિ તેના બાળક સાથે વડોદરા રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...