કાર્યવાહી:ફેસબુક ઉપર ચાઇલ્ડ પોર્ન વીડિયો અપલોડ કરનાર આરોપી સામે ફરિયાદ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાઇલ્ડ વીડિયો વાઇરલ કરવાના ગુનામાં શખ્સની ધરપકડ કરાઈ
  • આરોપીએ બાળક અને બાળકીનો સંભોગ કરતા 5 વીડિયો વાઇરલ કર્યા હતા

સોશિયલ મીડીયામા ચાઇલ્ડ પોર્ન મોટા પ્રમાણમા ફરતુ હોય છે. ત્યારે મહેસાણાના યુવકે પોતાનુ ફેસબુક એકાઉન્ટ બનાવી બાળક અને બાળકીનો સંભોગ કરતા 5 વીડીયો વાઇરલ કરવામા આવ્યા હતા. જેને લઇને યુવકના એકાઉન્ટ સામે ફરિયાદ થતા ગુનો સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા નોંધવામા આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ચાઇલ્ડ પોનોગ્રાફી અટકાવવા રાજ્યની પોલીસ કામગીરી કરતી હોય છે. ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાના સાઇબર પોલીસ મથકને તેની માહિતી આપવામા આવે છે.

જેને લઇને પોલીસ દ્વારા માહિતી મેળવી કામગીરી હાથ ધરવામા આવતી હોય છે. ત્યારે ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમના પીઆઇ પી.એલ.વાઘેલાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. ત્યારે મહેસાણા શિયાપુરા ગામમા રહેતો મુકેશ વિરચંદ દંતાણીએ પોતાનુ ફેસબુક આઇડી બનાવી તેમા ચાઇલ્ડ પોર્ન વીડીયો વાઇરલ કર્યા હતા.આ ફરિયાદને લઇને સાઇબર પોલીસની ટીમ દ્વારા યુવકને બોલાવવામા આવ્યા બાદ તેનો મોબાઇલ જપ્ત કરાયો હતો. ત્યારે પોર્ન વીડીયો બાબતે વાત કરતા મોબાઇલ બગડી ગયો હોવાનુ બહાનુ બતાવ્યુ હતુ.

જોકે, તેની પાસે રહેલા નવા મોબાઇલમાથી પણ પોર્ન વીડીયો મળી આવ્યા હતા. પોલીસે તે મોબાઇલની તપાસ કરતા 5 જેટલા વીડીયો વાઇરલ કરાયા હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે ચાઇલ્ડ વીડીયો વાઇરલ કરવાના ગુનામાં ધરપકડ કરવામા આવી હતી. પોલીસે ટેકનીકલ ટીમના આધારે વીડોયોની માહિતી મેળવી હતી. ઉલ્લેખનિય છેકે, આરોપી દ્વારા બાળક અને બાળકી સંભોગ કરતા હોય તેવા જ વીડીયો વાઇરલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...