જમીન મામલે વિવાદ:પુન્દ્રાસણની જમીન વેચાણ કર્યા પછી કબ્જો ન છોડતાં 4 સામે ફરિયાદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમા રહેતા નિવૃત પ્રોફેસર દ્વારા પુન્દ્રાસણ ગામની સીમમા જમીન ખરીદવામા આવી હતી. જમીનની કિંમત ચૂકવી દીધા પછી કબ્જો માગવામા આવતા ખેતરમા એરંડાની વાવણી કરી હોવાથી પાક લઇ લીધા પછી કબ્જો આપવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ જમીનનો કબ્જો લેવા જતા 4 લોકો દ્વારા દાદાગીરી કરવામા આવી હતી અને વધારે નાણાં લેવા માટેનુ ષડયંત્ર રચવામા આવ્યુ હતુ.

જમીન ખાલી નહિ કરતા આખરે 4 લોકો સામે પેથાપુર પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો. પ્રભુદાસ બબાભાઇ પટેલ (રહે, આલોક 3, વસ્ત્રાલ, અમદાવાદ) કોલેજમા પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા અને તાજેતરમાં નિવૃત થયા છે. તેમના દ્વારા પુન્દ્રાસણ ગામમા આવેલા સર્વે નંબર 403વાળી જમીન ખરીદવામા આવી હતી.

ખેડૂત મેલાજી સવધાનજીના વારસદાર શારદાબેન મેલાજી, તેમના દિકરા ચિનુ મેલાજી, સોમા મેલાજી અને વિક્રમ મેલાજી પાસેથી 9.98 લાખમા ખરીદી હતી. જ્યારે દસ્તાવેજ કર્યા પછી કબ્જો લેવા ગયા પછી એરંડાનુ વાવેતર કરેલુ હોવાથી સિઝન પુરી કર્યા પછી કબ્જો સોપવાની વાત કરી હતી. જેથી જમીન ખરીદનાર નિવૃત પ્રોફેસર ખેડૂતોની વાત ઉપર સહમત થયા હતા. પરંતુ કબ્જો લેવા ગયા પછી દાદાગીરી કરવામા આવી હતી. જને લઇને અનેક વખત મીટીંગ કરવામા આવી હતી.

​​​​​​​છતા સામેવાળા ખેડૂતો દ્વારા ખોટી રીતે નાણાં લેવા માગતા કબ્જો છોડતા ન હતા અને જે થાય તે કરી લેજો તેમ કહીને ધમકીઓ આપતા હતા. છેલ્લે એક મહિના પહેલા જમીનનો કબ્જો છોડવાનુ કહેવા છતા ના પાડી દીધી હતી. જ્યારે જમીનમા પાકુ ધાબાવાળું મકાન પણ બનાવી દીધુ હતુ. જેને લઇને કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ પેથાપુર પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...