ફરિયાદ:દશેલામાં નિવૃત્ત મામલતદારની જમીનમા ગેરકાયદે પ્રવેશ કરતા 4 સામે ફરિયાદ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડોશી ખેડૂતની જગ્યામાં બોરકૂવાની ઓરડી બનાવી દીધી

દશેલા ગામની સીમમા આવેલા ખેતરમાં ગેરકાયદે ઓરડી બનાવી જગ્યા પચાવી પાડવાનો કારસો કરવામા આવતા 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. ગામની સીમમા આવેલા નિવૃત મામલતદારના ખેતર પાસેના ખેડૂતો દ્વારા આ પ્રકારનો કારસો રચવામા આવતા ચિલોડા પોલીસ મથકમા 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.

ભરતસિંહ પોપટસિંહ બિહોલા (રહે, સેક્ટર 23, ગાંધીનગર) મામલતદાર તરીકે નોકરી કરતા હતા અને હાલમા નિવૃત જીવન વિતાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેર બનાવવા માટે સરકારે જમીન લીધા બાદ તેમણે દશેલા ગામમા વર્ષ 1974મા સર્વે નંબર 14 વાળી જગ્યા અસરગ્રસ્ત તરીકે ફાળવી હતી. ત્યારથી આ જગ્યા તેમના નાનાનો કબ્જો હતો. જ્યારે તેમના નાના ભાઇનુ અવસાન થતા વારસાઇ કરી જ તેમની માતાનુ નામ રેવન્યુ રેકર્ડમા ચડાવ્યુ હતુ. જ્યારે વર્ષ 2006થ રેવન્યુ રેકર્ડ ઉપર નામ દાખલ થયેલુ છે.

જ્યારે જમીનની બાજુના સર્વે નંબર 20ના ખેડૂત જશુભાઇ રામજીભાઇ ચૌધરી, કૃપેશકુમાર મંગાભાઇ ચૌધરી, પાર્થકુમાર મંગાભાઇ ચૌધરી અને સીતાબેન મંગાભાઇ ચૌધરીની છે. વર્ષો પહેલા જશુભાઇએ જમીન માલિક અને નાના ભવાનજી પાસે બોરકુવો બનાવવા વિનંતી કરી હતી. આપણા બંનેની જમીનના એક છેડે અડીને બોર બનાવ્યો હતો. તે સમયે મૌખિત વાત કરી હતી, જ્યારે તમને જરૂર પડશે ત્યારે ખાલી કરી દઇશુ તેમ પણ કહ્યુ હતુ.

જ્યારે ચાર વર્ષ પહેલા એક ઓરડી બનાવી હતી. જ્યારે હાલમા બોર અને ઓરડીની જગ્યા ખાલી કરવાનુ કહ્યુ હોવા છતા પરત આપતા નથી. ઘાસ પુરા નાખી, ભેંસો બાંધી જમીનમા કબ્જો કરતા ચિલોડા પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ચાર લોકો સામે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...