જૂથ અથડામણ:શાહપુર ગામમા નજીવી બાબતે 2 પડોશી બાખડ્યા, 34 સામે ફરિયાદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઝગડામા સામસામે પથ્થરમારો અને લાકડીઓ ઉછળી

શાહપુર ગામમા રસ્તામા બેસવા જેવી સામાન્ય બાબતમાં બે પડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. એકવાર ઝગડામા સમાધાન કર્યા પછી ફરીથી ઝગડો થયો હતો. જેમા બંને પક્ષ સામ સામે આવી ગયા હતા અને છુટ્ટા પત્થર માર્યા હતા, જ્યારે સામ સામે લાકડીઓ લઇને આવી ગયા હતા. આ બાબતે બંને પક્ષના 34 લોકો સામે ફરિયાદ નોંધવામા આવી હતી.

મીનાબેન યોગેન્દ્રકુમાર વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના દાદી સાસુની પૂણ્યતીથિ હોવાથી ઘરે સબંધીઓ આવ્યા હતા અને સાંજના સમયે પરત પણ ગયા હતા. તે દરમિયાન બાજુમા રહેતા કમળાબેન બાબુભાઇ વાઘેલા મહેમાનને બુમો પાડી ગાળો બોલતા હતા. જેથી કમળાબેને તમે ગાળો કોને બોલો છો ? તેમ કહેતા ઉશ્કેરાઇ ગયા હતા અને તેમનો પક્ષ લઇને તેમના સગા દોડી આવ્યા હતા અને ઝપાઝપી કરી ગાળો બોલવા લાગ્યા હતા.

તમામ લોકોએ મારામારી શરૂ કરી હતી અને છુટ્ટા પત્થરો મારવા લાગ્યા હતા. જેમા મહિલાના સસરા જયેશભાઇ અને કાકા ગોવિંદભાઇ, દિયર નયનભાઇ, ભાણિયો મીતને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે લઇ જવાયા હતા. જેને લઇને કમળાબેન, સમુબેન, કૃણાલભાઇ, નેહલ, જીવણભાઇ જેણાભાઇ, સંજય, દિનેશ, બાબુભાઇ જેણાભાઇ, સંજયના પત્નિ, હાર્દિક અશોકભાઇ, રોનક સંજયભાઇ, મિતેશ સંજયભાઇ (તમામ રહે, શાહપુર, રોહિતવાસ), મનુભાઇ રામાભાઇ, જયદીપ મનુભાઇ, મંજુલાબેન જયંતિભાઇ, સુનિલ જયંતિભાઇ, વનિતા અમરતભાઇ, ભાવેશ વિનોદભાઇ અને હસમુખ નાથાભાઇ (તમામ રહે, પાલજ, ગાંધીનગર) સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ કમળાબેન બાબુભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી દિકરી કચરો વાળતી હતી, તે સમયે પાડોશી યોગેશભાઇએ મારી દિકરીને કચરો વાળતા સમયે ગાળો બોલી હતી. જેથી મારી દિકરીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતા અને તેમનો પક્ષ લઇને યોગેશભાઇ, મીનાબેન, નયનભાઇ, જયાબેન, ગણેશભાઇ, ગીતાબેન ગણેશભાઇ, અજયભાઇ, જયેશભાઇ, જયેશભાઇ, ગોવિંદ નરસિંહભાઇ, ડીમ્પલ ગાળો બોલી ધોકો લઇને આવ્યા હતા. જેમા યોગેશભાઇ ધોકો લઇને આવતા મારા ડાબા હાથે માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...