તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પ્રેમલગ્નની અદાવતે હુમલા બદલ માતા-પિતા સહિત 14 સામે ફરિયાદ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સે- 26ની ઘટના અંગે યુવતીની ફરિયાદ બાદ 5 મહિલા સહિત 14 લોકો સામે સેક્ટર-21 પોલીસમાં ગુનો નોંધાયો

સેક્ટર-26 ખાતે રહેતી પરણિતાએ પિયરના 14 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રેલગ્નની અદાવત રાખીને પતિ, સાસુ તથા પરણિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો દાવો કરાયો છે.

આ અંગે સેક્ટર-26 પ્લોટ નં-N/70, ન્યુ ગ્રીન સિટી ખાતે રહેતાં શ્રેયાબેન સાહિલકુમાર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તે અહીં પતિ. સાસુ-સસરા સાથે રહે છે. ત્રણ દિવસ પહેલાં યુવતીના યુવતીના પિતા હરેશભાઈ, માતા આશાબેને, કાકા મુકેશભાઈ અને સંજયભાઈ, દાદા કિર્તીભાઈ તથા નટુભાઈ, ફોઈઓ હસુમતીબેન, નીરુબેન, જાગૃતિબેન, કાકી મિત્તલબેને સંજયભાઈ પટેલ, કુટુંબીભાઈ વિક્રમભાઈ, ઘનશ્યામભાઈ, બ્રિજેશભાઈ, ફોઈના દિકરા ધ્રવિલભાઈ આવ્યા હતા.

યુવતીએ બે વર્ષ પહેલાં કરેલા કોર્ટ મેરેજ બાબતે પૂછીને ફોઈ હસુમતીબેને તેને એકલા ઘરની બહાર આવવાનું કહ્યું હતું. યુવતીએ એકલા વાત કરવાની ના પાડતા ફોઈ ગુસ્સે થઈને મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા. યુવતીના પતિ અને સાસુએ બોલવાની ના પાડતા યુવતીના પિયરપક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જેઓએ મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કર્યા છે, અમને ક્યારેય માન્ય નથી કહીં શાંતિથી રહેવા નહીં દેવાની ધમકી આપી હતી. તેઓએ યુવતી અને તેના પતિને ગડદાપાટુનો મારમાર્યો હતો, યુવતીના સાસુ વચ્ચે પડતાં આવેલી મહિલાઓએ તેમની સાથે ઝપાઝપી કરીને તેઓને નીચે પાડી દીધા હતા. આ દરમિયાન બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા તેઓ જતો રહ્યાં હતા. જોકે જતાં-જતાં પરિવારને મારી નાખવાની ધમકી આપતા યુવતીએ માતા-પિતા સહિત 14 પિયરીયા સામે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો