પોલીસ વડાને રજૂઆત:ઇન્સ્ટાગ્રામ ઉપર ટીપ્પણી બાદ ધમકી આપનાર સામે ફરિયાદ કરો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલવડા ના અરજદારની પોલીસ વડાને રજૂઆત

સોશિયલ મીડીયામા નૂપુર શર્મા દ્વારા કરવામા આવેલા ઉચ્ચરણો બાબતે કોલવડાના યુવકે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં સ્ટોરી મુકી હતી. જેને લઇને પેથાપુરમા રહેતા મુશ્લીમ યુવક દ્વારા યુવકને ધમકીઓ અપાઈ હતી. અપહરણ કરીને હત્યા કરવાની ધમકી આપવામા આવતા જિલ્લા પોલીસ વડાને ધમકી આપનાર યુવક સામે ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત કરી હતી.

કોલવડા ગામમા રહેતા હિરેન વિકાસકુમાર ઉપાધ્યાય જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે. જેમા પેથાપુરના કસ્બા વિસ્તારમા રહેતા રઇશ શેખ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. તેણે જણાવ્યુ છેકે, નૂપુર શર્મા અંગે ચાલતા વિવાદ બાબતે મારા ઇન્સ્ટા એકાઉન્ટમા સ્ટોરી મુકી હતી. જે રઇશ શેખ દ્વારા જોવામા આવી હતી. ત્યારબા તે ઉશ્કેરાઇ ગયો હતો અને કોમેન્ટ કરી હતી કે, તમારી કીડી મારવાની ઓકાત નથી, તે ઉપરાંત ગાળો લખી હતી .

હિંદુ સમાજની દિકરીઓ વિરુદ્ધ ખરાબ શબ્દો લખ્યા હતા. આરોપીએ વીડીયો કોલ કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકે રીસીવ કર્યો ન હતો. જ્યારે યુવકના પરિવારને ઘરમા ઘુસીને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે એકાઉન્ટમાંથી અનફોલો કર્યા પછી આરોપીએ અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...