તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિડિયેટર હજુ ફરાર:દૂષિત કેમિકલ કાંડમાં કંપનીનો કર્મી ઝબ્બે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એશિયન કંપનીમાં આવતાં જ કર્મચારી પકડાયો
  • અત્યાર સુધીમાં કંપનીના સંચાલક સહિત 7 ઝડપાયા

કલોલ પાસેના છત્રાલ પાસેથી પોલીસે 8 દિવસ પહેલા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી વિના 2 ટ્રકમાં 60 હજાર લીટર હાઈડ્રોકલોરિક એસિડનું પ્રદુષિત પાણી મહેસાણાની કંપનીમાંથી ભરીને તેનો રાત્રીના અંધકારમાં અવાવરુ જગ્યાએ નિકાલ કરવા માટે નીકળેલા 2 ડ્રાઈવરોને ઝડપી લીધા બાદ કંપનીના સંચાલક સહિત 7 આરોપીઓની ઘરપકડ કરી હતી. જ્યારે વધુ એક ફરાર આરોપીને ઝડપી લીઘો હતો, હજુ એક આરોપી ફરાર છે.

ગાંધીનગર પોલીસે છત્રાલની એશિયલ ટ્યુબ કંપનીમાંથી પ્રદુષિત એસિડને ગેરકાયદે રીતે અલગ અલગ શહેરની ખુલ્લી ગટરમાં નાખી દેવાતુ હતુ. જેમાં પોલીસે એસિડ ભરાવનાર ટેન્કર માલિક જકશી કાના ભરવાડ (રહે, નાંદેજ બારેજડી અમદાવાદ) એશિયન કંપનીનો મેનેજર બિપીન સુથાર (રહે, કડી) એશિયન ટ્યુબ કંપનીનો એમડી બજરંગલાલ લક્ષ્મીનારાયણ અગ્રવાલ અને આદિત્ય ઓમપ્રકાશ અગ્રવાલ (બંને રહે, નુતન સોસા, અમદાવાદ), રમેશ ગીગા મોઢવાડીયા ( રહે, સોહમ સોસા. અમદાવાદ) અને ચંન્દ્ર પ્રકાશ વિજયસિંહ રાવત (રહે, બડાવાસ, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. જ્યારે એસીડ ભરી આપનાર અજીત સોનાજી પઢીયાર (રહે, મહેસાણા) ફરાર હતો,

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જી.વાઘેલાએ કહ્યુ હતુ કે, એશિયન કંપનીમાં 7 આરોપીઓ પકડવામા આવ્યા છે. જ્યારે 2 આરોપીઓ ફરાર હતા. પરંતુ પોલીસને માહિતી મળી હતી કે, કંપનીનો કર્મચારી અજીત સોનાજી પઢીયાર કામ અર્થે એશિયન કંપનીમાં આવ્યો છે. ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો. ત્યારે કોર્ટે અજીત પઢીયારના જામીન પણ મંજુર કરી દીધા હતા. જ્યારે હજુ એક આરોપી જે મીડીયેટરની ભુમિકા ભજવતો હતો, તે હજુ પણ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...