તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ચિલોડામાં બાવળના ઝાડ સાથે દોરી વડે ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતક મોટાચીલોડાનો રહેવાસી

ગાંધીનગર નાના ચિલોડા ખાતે છાપરામાં રહેતા આશરે 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર બાવળના ઝાડ સાથે દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની તપાસ કરનાર ચિલોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ એ જણાવ્યું હતું કે મૂળ બનાસકાંઠાના હાલમાં મોટાચીલોડા સુરમ્ય બંગલો પાસેના કાચા છાપરામાં રહેતો આશરે 25 વર્ષીય અશ્વિન પુંજાભાઈ ગરાસીયાના પરિવારમાં માતા અને એક બહેન છે. અશ્વિન ચિલોડા ખાતે આવેલ સાઈ રેસીડેન્સીમાં મજૂરી કામ કરતો હતો.

જેને દારૂ પીવાની ટેવ હોવાના કારણે અવારનવાર સાઇટ પર માથાકૂટ થતી રહેતી હતી જેના કારણે તેને કામ પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેની માતા તેમજ બહેન પણ ક્યાંક જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારના આઠેક વાગ્યાના પહેલાના કોઈપણ સમયે અશ્વિન સુરમ્ય બંગલોની પાછળ આવેલ જાડી વિસ્તારમાં ગયો હતો, ત્યાં બાવળના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ અશ્વિને આપઘાત કરી લીધો હતો. આ અંગે આસપાસના વિસ્તારના લોકોએ ધ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુમાં હેડ કોન્સ્ટેબલ મોહનભાઈએ કહ્યું હતું કે હાલમાં અશ્વિને કયા કારણોસર આપઘાત કર્યો તે સામે આવ્યું નથી. છેલ્લા કેટલાય દિવસોથી તેની માતા અને બહેન પણ આ વિસ્તારમાં જોવા મળ્યા નથી. તેવું અન્ય મજૂરો દ્વારા જાણવા મળ્યું છે, તેની માતા અને બહેનની તપાસ કર્યા બાદ અશ્વિને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ કરવામાં આવશે. જોકે હાલ અશ્વિનની લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો