ગેસ રીફીલિંગ કૌભાંડ:ગાંધીનગરના સરઢવથી કોમર્શિયલ ગેસ રીફીલિંગના કૌભાંડનો પર્દાફાશ, ત્રણ ઈસમોની 1.68 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના સરઢવ ગામમાં ખેતર ચાલતાં કોમર્શિયલ ગેસ રીફીલિંગનાં કૌભાંડનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરીને 28 ગેસના બાટલા, પીકઅપ ડાલું, રીફીલિંગનાં સાધનો મળીને કુલ રૂ. 1 લાખ 68 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એલપીજી સીલીન્ડરમાંથી ગેસની ચોરીના બનાવો પ્રકાશમાં આવતાં લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર દિવાનસિંહ વાળાએ અલગ અલગ ટીમોને એકટીવ કરી પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. એ દરમ્યાન બાતમી મળી હતી કે, સરઢવ ગામની સીમમાં ઓ.એન.જી.સી. કંપની નજીક આવેલ ખેતરમાં ઓરડીની આડમાં કેટલાક ઇસમો HPCL કંપનીમાંથી આઇશર ગાડીમાં કોમર્શીયલ LPG ગેસ ભરી બલોદ, બહુચરાજી ખાતેના સીરામીક્સ પ્લાન્ટમાં ખાલી કરવા જતા રસ્તામાં કોમર્શીયલ સીલીન્ડરોમાં રીફીલિંગ કરી ગેસની ચોરી રહ્યા છે.

જે બાતમીના પગલે એલસીબીની ટીમે ખેતરમાં દરોડો પાડતાં ત્રણ ઈસમો LPG ગેસનાં બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં રીફીલિંગ કરી ગેસની ચોરી કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ અંગે પીઆઈ વાળાએ જણાવ્યું હતું કે, આઇશર ગાડીનો ડ્રાઇવર દયાલ રાધુભાઇ ઠાકોરે(રહે.સરઢવ) તેના માલીકની જાણ બહાર કલોલથી પીકઅપ ડાલુ લઇને વિજયકુમાર હિરાજી રાઠોડ(રહે. આઝાદનગર, કલોલ રેલ્વે પૂર્વ) તથા સંજય માનસંગજી રાઠોડ (રહે. રામનગર સોસાયટી, રેલ્વે પૂર્વ, કલોલ) ને બોલાવ્યા હતા.

આ ત્રણેય ઈસમો એચ.પી.સી.એલ. કંપનીના ગેસના 425 કિ.ગ્રા. કેપેસીટીવાળા ફુલ ગેસ ભરેલ 10 બોટલોમાંથી નોઝલ થકી નાની 19 કિ.ગ્રાનાં સિલિન્ડરોમાં રીફીલિંગ કરી ગેસની ચોરી કરતાં હતાં. આર્થિક ફાયદા માટે આ કોમર્શીયલ ગેસના બાટલાઓમાંથી થોડો થોડો ગેસ અન્ય સિલિન્ડરો ભરી લેતાં હતાં. સ્વાભાવિક રીતે ફૂલ ભરેલા ગેસના બાટલાનું વજન કોઈ કરતું નહીં હોવાથી અંદરથી થોડો ગેસ ચોરી લેવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતો નહીં.

આ આરોપીઓ પાસેથી 19 કિ.ગ્રા કિ કેપેસીટીના LPG ગેસ ભરેલા 24 બાટલા, પીકઅપ ડાલું, એક ઇલેક્ટ્રીક વજન કાંટો, ત્રણ મોબાઈલ, 19 કિ.ગ્રાનાં ખાલી ત્રણ બાટલા તેમજ 14 કિ.ગ્રાનો એક સિલિન્ડર તેમજ બેનોઝ મળીને કુલ રૂ. 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...