• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Coming From The Congress And Becoming A Minister, He Led The Opposition; Some People Were Dissatisfied With Not Getting The Ministry Post Yet, The No repeat Theory Erupted.

નારાજગી:કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલાં વિરોધમાં અગ્રેસર રહ્યાં; અમુક લોકોને હજુ ય મંત્રીપદ ન મળવાનો અસંતોષ હતો, તેમાં નો-રિપીટ થિયરીએ ભડકો કરાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે વિચારાયેલી નો-રિપીટ થિયરીનો સૌથી ઉગ્ર વિરોધ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા નેતાઓએ કર્યો હતો. સમર્થકોને મોટી સંખ્યામાં પોતાના બંગલે બોલાવીને કેટલાક મંત્રીઓએ શક્તિપ્રદર્શનનો પ્રયાસ પણ કર્યો હતો. મંત્રી ઉપરાંતના કોંગ્રેસમાંથી આવેલી સિનિયર ધારાસભ્યો પણ વિરોધમાં જોડાયા હતા. આમાંથી કેટલાકે તો પડતા મુકવા સામે ભાજપની ટોચની નેતાગીરીને અલ્ટીમેટમ પણ આપી દીધું હતું. આ નેતાના સમર્થકોએ ભાજપ સામે સોશિયલ મીડિયામાં આંદોલન છેડી દીધું હતું. આ નેતાઓ સામે કડક હાથે કામ લેવાય એવી સંભાવના છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ જયેશ રાદડિયાનું છે. પિતા વિઠ્ઠલભાઇ શંકરસિંહ વાઘેલાના બળવા વખતે તેમની સાથે ભાજપમાંથી રાજપામાં જઇ કોંગ્રેસમાં જોડાયા હતા અને જયેશ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા. 2013માં પિતા સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત મંત્રીપદે છે. તે સાથે રૂપાણી મંત્રીમંડળના અન્ય મૂળ કોંગ્રેસી નેતાઓમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસમાંથી મંત્રીપદની આશાએ ભાજપમાં આવ્યાં છતાં હોદ્દાથી દૂર રહેલા રાઘવજી પટેલ, સી કે રાઉલજી, કેસરીસિંહ સોલંકી, જિતુ ચૌધરી, જે વી કાકડિયા, બ્રિજેશ મેરજા, રાજેન્દ્રસિંહ ચાવડા, ગોવિંદ પરમાર, આશા પટેલ જેવા નેતાઓ પણ પડદા પાછળ રહીને જ અસંતુષ્ટોની ભૂમિકામાં આવી ગયા છે. મંત્રી ન બની શકેલાં પૈકી અમુક નેતાઓને સ્થાન મળવાની આશા હતી, પરંતુ નો-રિપિટ થિયરીના કારણે આશા ધૂળધાણી થઇ હતી. ભાજપના સિનિયર નેતાઓના અસંતોષની ઓથ લઈને તેઓ આમાં જોડાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...