તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Colonial Federation Announces To Dump Garbage At The Homes Of Enlightened Leaders Who Brought Gandhinagar Corporation Into Existence By Knocking On Court Doors

કચરાનો કકળાટ:કોર્ટનાં દરવાજા ખખડાવી ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં લાવનાર પ્રબુદ્ધ આગેવાનોના ઘરે કચરો ઠાલવવા વસાહત મહાસંઘનું એલાન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર વસાહત મહાસંઘ દ્વારા નાગરિકોના હિતમાં લડાઈ શરૂ કરવામાં આવી
  • ડસ્ટબીન નહીં તો ટેક્ષ નહીં અને ડસ્ટ નહીં તો વોટ નહીં

ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાવવા માટે કોર્ટનાં દરવાજા ખખડાવી કોર્પોરેશન અસ્તિત્વમાં લાવવામાં ભાગ ભજવનાર પ્રબુદ્ધ આગેવાનોનાં ઘરે કચરાની ડોલો ખાલી કરવાનું શહેર વસાહત મહા સંઘ દ્વારા આજની મિટિંગમાં એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત આજની બેઠકમાં સૌ સંગઠીત થઈ ડસ્ટબીન માટે ઉગ્ર લડત આપવા માટે પણ આહવાન કરી આંદોલનના મંડાણ કરવા સવૉનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સામે શહેર વસાહત મહાસંઘ દ્વારા નાગરિકોના હિતમાં લડાઈ શરૂ કરવામાં આવી છે. જેને મોટાભાગે સૌ નગરજનો સમર્થન આપી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કોર્પોરેશન તંત્રનાં નિર્ણયને આવકારવામાં આવ્યો છે. જ્યારે આજે શહેર વસાહત મહાસંઘ દ્વારા સેકટરોના વસાહત મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પુર્વ પ્રમુખ મનુભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોર્પોરેશન તંત્રના નિર્ણય ના વિરોધમાં જનજાગૃતિ કેળવી સૌ સંગઠિત થઈ ડસ્ટબીન માટે ઉગ્ર લડત આપવા માટે આહવાન કરી આંદોલનના મંડાણ કરવા સવૉનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ સંસ્થાના પ્રમુખ કેશરીસિહ બિહોલા એ તા 25-8-2021ને મંગળવારે પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને આવેદનપત્ર આપવા માટેની જાહેરાત પણ કરાઇ હતી. તેમજ "ડસ્ટબીન નહિ તો ટેક્ષ નહિ, ડસ્ટબિન નહિ તો વોટ નહિ"નું સુત્ર સચિવાલય સ્ટાફ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મનુભાઇએ આપ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી રાજેન્દ્રભાઈ પારેખ અને પોપટલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પ્રબુદ્ધ નાગરિકો તરીકે પોતાની જાતને ઓળખાવતા લોકોએ નગરજનોની ન્યાયી માંગણીઓ સાથેની લડતમાં જુસ્સો તોડવા નો પ્રયત્ન કરવા માં પણ કામ નાં આવે તેવી અપીલ છે. કોર્ટના દરવાજા ખખડાવી ગાંધીનગર મહાનગર પાલિકા અસતિત્વમાં લાવનાર પ્રબુદ્ધ લોકો દ્વારા શહેરના ગરીબ મધ્યમ વર્ગના વસાહતીઓને મોટા ટેક્ષ, મિલકત વેરો ભરાવી આર્થિક નુકસાન પહોંચાડી કમર તોડી નાંખવામાં આવી છે. પોતાના હકની લડાઈમાં આડે ન આવો નહિ તો તમામ વસાહતીઓનો મોરચો કચરા ભરેલા ડબલા લઈ તમારા ધરના આંગણે ઠાલવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નગરજનોની લડાઇમાં વિપક્ષ પણ ચુપ છે. અમને આશંકા છે કે ડસ્ટબીન તથા આડેધડ પાલિકામાં પાડવામાં આવેલ બિનજરૂરી ખર્ચના પાપના ભાગીદાર છો. તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેનો વિપક્ષે ખુલાસો કરી વસાહતીઓની ન્યાયી માંગણીઓ સંદર્ભે સાથ સહકાર આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...