• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Collector Orders To Check The Cleanliness Of Kitchens With Healthy Food Of Hotels And Restaurants In Gandhinagar Corresponding To Diwali Festival

કલેક્ટરનો આદેશ:દિવાળીના તહેવારોને અનુલક્ષી ગાંધીનગરમાં હોટલ-રેસ્ટોરન્ટનાં હેલ્થી ફૂડ સાથે રસોડાની સ્વચ્છતા અંગેની તપાસ કરવા કલેક્ટરે આદેશ કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
  • જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- 2.0 અન્વયે 5 હજાર કરતા વધુ લાભાર્થીઓને ગેસ કનેકશન અપાયુ

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યની અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિ દ્વારા હંગામી દુકાનોમાં 500થી વધુ એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો છે, પરંતુ વસ્તીના ઘોરણે નવી દુકાન નથી ખોલી શકાય એમ ત્યાં ખાસ કિસ્સામાં નવી દુકાન મંજૂર કરવા માટે વિભાગમાં દખાસ્ત કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દિવાળીના તહેવારોને અનુલક્ષી જિલ્લાની હોટલ- રેસ્ટોરન્ટના હેલ્થી ફૂડ સાથે સાથે રસોડા સ્વચ્છતા અંગેની તપાસ કરવાનો ગાંધીનગર કલેકટર ડો. કુલદીપ આર્ય દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2.0 અન્વયે ગાંધીનગર જિલ્લામાં કેટલી અરજીઓ આવી છે, તેની માહિતી મેળવી હતી. જે અનુસાર આ યોજના અંતર્ગત જિલ્લામાં સપ્ટેમ્બર અંતિત 7500 જેટલી અરજીઓ આવી હતી. અંદાજિત 5 હજાર લોકોને ગેસ કનેકશન આપી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ગેસ કનેકશન માટેની અરજીઓ પ્રક્રિયા હેઠળ છે.

જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય દ્વારા એન.એસ.એફ.એસ. હેઠળ પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકોને બાકાત કરવા માટે નિયમાનુંસાર કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. જે અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગર પાસેથી વાહનો ધરાવતા માલિકોની યાદી માંગવામાં આવી છે.

યાદી અનુસાર સંબંધિત તાલુકાના મામલતદારો દ્વારા તપાસ કરીને એન.એસ.એફ.એસ હેઠળ પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકોને શોધી કાઢવાના સુચારું આયોજનની વિસ્તૃત માહિતી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એન.એસ.એફ.એ. કાર્ડ ધારકોના રેશન કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાનું કાર્ય ઝુંબેશ રૂપે કરવા મામલતદારોને કલેકટરે જણાવ્યું હતું. જેથી કાર્ડ ધારકોને રેશન મેળવવામાં ઓડીપી સિસ્ટમનો ઉપયોગ કરી શકે.

આ બેઠકમાં કલેકટરે ખૌરાક અને ઔષધ નિયમન કચેરીને આગામી સમયમાં દિપાવલીના તહેવારોમાં શુદ્ધ-સાત્વિક ફરસાણ, મીઠાઇ અને અન્ય ખાધ ચીજ વસ્તુઓ મળી રહે તે માટેની ખાસ તકેદારી રાખવા માટેની સૂચના આપી હતી. તેમજ જિલ્લાની હોટલોમાં હેલ્થી ફૂડનું વેચાણ થાય તેની ખાસ તકેદારી રાખવી તેમજ હોટલો- રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા અંગેની તપાસ કરવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવી દ્વારા જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો, કેટેગરીઅનુસાર રેશનકાર્ડ, એન.એફ..એસ.એ કેટેગરીઅનુસાર રેશનકાર્ડ, પીડીએસ વેબસાઇટમાં થયેલ મોબાઇલ રજિસ્ટ્રેશન, એ.ટી.વી.ટી. અન્વય મળેલ અરજીઓ અને તે અંગે થયેલ કાર્યવાહી, ઇ-એફ.પી.એસ. અંતર્ગત થયેલ ઇ- ટ્રાન્ઝેકશન અને આધાર સિડિંગ તથા વેરીફીકેશનની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય સી.જે.ચાવડા, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...